CIA ALERT

રોટરી કલબ ઓફ સુરત નિર્મિત ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ : અડધો કરોડની કિંમતના ૭ ડાયાલિસિસ મશીનની સુવિધા

Share On :

સામાજિક સેવાના ધ્યેયને વરેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા રોટરી કલબ ઓફ સુરતે રૂપિયા પ૧ લાખના ખર્ચે ૭ આધુનિક ડાયાલિસિસ મશીનવાળું ડાયાલિસિસ સેન્ટર ભટાર રોડ સ્થિત શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલમાં જાહેર જનતા માટે અર્પણ કર્યું હતું. આ ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને નજીવા દરે ડાયાલિસિસ કરાવવામાં આવશે.

આ પ્રસંગે આયોજિત સમારોહમાં સંબોધન કરતા રોટરી કલબ ઓફ સુરતના પ્રમુખ અને શહેરના જાણીતા કાન–નાક–ગળાના નિષ્ણાત ડો. અજય મહાજને જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ સુરતના સભ્ય રોટેરીયન ભવાનીબેન મહેતા અને ભૂતપૂર્વ પ્રમુખ રોટેરીયન શ્રી નરેન્દ્રભાઇ મહેતાના માતબર દાનની સહાયથી નાઇજીરીયાની રોટરી કલબ ઓફ વિકટોરીયા આઇસલેન્ડ, લાગોસ તેમજ ધી રોટરી ફાઉન્ડેશન અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૦૬૦ના સહયોગથી રોટેરીયન ભવાની નરેન્દ્રકુમાર મહેતા રોટરી કલબ ઓફ સુરત અને શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર જાહેર જનતા માટે સુપ્રત કરતા અત્યંત આનંદ થાય છે.

હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મદનગોપાલ નારંગે જણાવ્યું હતું કે, શ્રી ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલ રોજ ૧પ૦૦ ઓપીડીની સેવા આપે છે. આ ઉપરાંત મોટા ભાગની સેવાઓ ઉપલબ્ધ છે જ, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનો ઉમેરો થતા સેવા કાર્યમાં વધુ ઝડપ આવશે. હાલમાં ૭ મશીનની જ જગ્યા હોવાને કારણે ૭ મશીન ધરાવતું જ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની આજુબાજુ વધુ જગ્યાઓ લેવાના પ્રયત્નો ચાલી રહયા છે અને આ જગ્યા પ્રાપ્ત થતા આ સેન્ટરમાં કુલ ર૦ મશીનો મૂકવામાં આવશે.

આ પ્રસંગે આશીર્વચન આપતા રોટરી ગવર્નર રોટેરિયન પ્રશાંતભાઇ જાનીએ જણાવ્યું હતું કે, ૮૪ વર્ષ જૂની સંસ્થા રોટરી કલબ ઓફ સુરતે કાયમી પ્રોજેકટની દિશામાં જે પગલું ભર્યું છે તે નવી દિશા ચિંધનારુ બની રહેશે. રોટરી કલબ ઓફ સુરતે ભૂતકાળમાં સ્વ. અશ્વિન મહેતા મેમોરીયલ પ્લેનેટોરીયમ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગાર્ડન, ઉમરા સ્મશાન ભૂમિમાં વોટર હીટર પ્લાન્ટ અને સોલાર પ્લાન્ટ ઉપરાંત વર્ષો પહેલા નિયોલ ગામમાં અન્ડર ગ્રાઉન્ડ વોટર ટાંકી અને ડ્રેનેજ સિસ્ટમની ભેટ તેમજ સુરતની અન્ય હોસ્પિટલોમાં ડાયાલિસિસ મશીનોની ભેટ તો આપી જ છે પરંતુ આજે સામાજિક સેવાના ક્ષેત્રમાં સૌથી મોટું પ્રદાન થઇ રહયું છે, તે ખૂબ ગૌરવપ્રદ ઘટના છે.

આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી તેજસ ગાંધી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ નિખિલ મદ્રાસી, ડિરેકટર અલ્પેશ શેતરંજીવાલા, સુનૈના મહાજન અને નીતાબેન ગાંધી ઉપસ્થિત રહયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :