IPL 2021 DC : ઋષભ પંત દિલ્હી કેપિટલ્સના કેપ્ટન

વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત આઇપીએલની 14મી સિઝન માટે આજે દિલ્હી કેપિટલ્સનો કપ્તાન જાહેર થયો છે. તેણે શ્રેયસ અય્યરની જગ્યા લીધી છે. અય્યર ખભાની ઇજાને લીધે આઇપીએલની બહાર થઇ ગયો છે. 23 વર્ષીય ઋષભ પંતે આ પહેલા ઘરેલુ ક્રિકેટમાં દિલ્હીની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. આઇપીએલમાં તે પહેલીવાર સુકાની નિયુકત થયો છે. પંત 2017માં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં દિલ્હીનો કેપ્ટન હતો.
દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ આજે રાત્રે ઋષભ પંતને નવો કેપ્ટન બનાવ્યાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. પંતે કહ્યંy છે કે દિલ્હીમાં હું મોટો થયો છું. અહીં 6 વર્ષ પહેલા આઇપીએલની યાત્રા શરૂ કરી હતી. હવે આ ટીમનો કેપ્ટન બનવું સપના જેવું લાગી રહ્યંy છે. ઋષભ પંતનું હાલમાં ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન રહ્યંy છે. જેનું તેને આ ઈનામ મળ્યું છે. આઇપીએલ-14માં દિલ્હી કેપિટલ્સ તેના અભિયાનની શરૂઆત 16 એપ્રિલે ચેન્નાઇ સામે રમીને કરશે. દિલ્હીના સુકાનીની રેસમાં સ્ટીવન સ્મિથ અને આર. અશ્વિન પણ હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
