CIA ALERT

હવે લોકડાઉન થવાનું નથી, નથી અને નથી જ : મુખ્યમંત્રી રૂપાણી

Share On :

 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે ‘હું મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે હવે કોઈ નવું લોકડાઉન થવાનું નથી, નથી અને નથી જ. થોડા નિયંત્રણ સાથે ચાલવાનું છે. કોઈ અફવાનો વિશ્વાસ કરવાનો નથી. લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. આપણે સૌ અવશ્ય માસ્ક પહેરીએ. સરકારને માસ્કના રૂપિયામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડરથી આપણે 1 હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આશા રાખીએ કે કોઈએ દંડ ભરવો ન પડે. સૌ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરે અને વારો આવે ત્યારે વેક્સિન અવશ્ય લઈએ.’
તેમણે જણાવ્યું હતું કે દરેક રાજયોમાં કેસ વધ્યા છે. ત્યારે આપણું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સંક્રમણને વધતું અટકાવવા માટે મહાનગરોમાં રાત્રી કરફયુનો સમય વધાર્યો, હોટેલ રેસ્ટોરન્ટ પર થોડા અંકુશ મુકયા, હું સમજુ છું કે તેનાથી આપણા રોજિંદા જીવનમાં અગવડતા પડશે પરંતુ આ બધુ ન છુટકે કરવું પડયુ છે. સંક્રમણ ઓછું થયું કે આપણે નિયમોને હળવા પણ કર્યા છે.

રાજ્યમાં ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કર્યો છે, દરેક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી બાજુ રસીકરણનું કામ પણ ઝડપથી ચલાવી રહ્યા છીએ.’ તેમણે અંતમાં જણાવ્યું હતું કે ફરીથી કહું છું કે ફરીથી લોકડાઉન થવાનું નથી. ‘જાન ભી હૈ, જહાન ભી હૈ,’ આમ બન્ને વસ્તુ સંતુલીત રીતે કરવાની છે. કોરોના અટકાવીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :