CIA ALERT

દહેજ-ઘોઘા વચ્ચે નવી ફેરી સર્વિસ શરૂ, ફક્ત ૨ કલાકમાં પહોંચાડશે

Share On :

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે. 

વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે. 

અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :