કોરોના અપડેટ : ગુજરાત અને ભારતની લેટેસ્ટ સ્થિતિ

Share On :

Gujarat on 7/3/21

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન તેની ચરમસીમા પર આગળ વધતી જઇ રહી છે. એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ભયાનક શરૂઆત થઇ રહી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થતાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 4414 થઇ છે. આજે એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં ફરીવાર 3 હજારને પાર કરી ગયો છે. ગુજરાતમાં હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાં 45 વેન્ટિલેટર પર છે. જો કે, આજે ગુજરાતમાંથી 403 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 2,65,372 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 571 કેસમાં સુરતમાં સૌથી વધુ 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117, રાજકોટમાં 58, જામનગર અને ગાંધીનગરમાં 12-12, ભાવનગરમાં 10, જૂનાગઢમાં 9, કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7, ખેડામાં 6, નર્મદા અને પંચમહાલમાં 5-5, અરવલ્લી અને દાહોદમાં 4-4, બનાસકાંઠા અને ભરૂચમાં 3-3, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 2-2 જ્યારે અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી પાટણ અને તાપીમાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે. જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

India on 7/3/21

ભારત ફરી કોરોના સંક્રમણના સકંજામાં સપડાવવા માંડયું છે. આર્થિક ગતિવિધિઓ, અવર-જવરમાં વધારા વચ્ચે સામાજિક અંતર જેવાં શિસ્તના લીરા ઉડતાં શનિવારે 36 દિવસ બાદ 18 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યામાં આજે લગાતાર ચોથા દિવસે વધારો થતાં સરકારો, આરોગ્યતંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દેશમાં 24 કલાક દરમ્યાન 18,327 નવા કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા સતત વધીને 1 કરોડ, 11 લાખ, 92,088 થઇ ગઇ છે.
દેશમાં આજે સળંગ બીજા દિવસે 100થી વધુ, 108 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 1,57,656 દર્દી ઘાતક સંક્રમણમાં સપડાઇને જીવ ખોઇ ચૂક્યા છે. દેશના વિવિધ ભાગોમાં’ શનિવારે વધુ 14,234 દર્દીઓ ખતરનાક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 1 કરોડ, 8 લાખ, 54,128 દર્દી વાયરસ મુકત થયા છે. સાજા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ સામે ઓછી રહેતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ ઘટીને 96.08 ટકા થઇ ગયો છે. બીજી તરફ, આજની તારીખે 1,80,304 સંક્રમિતો સારવાર હેઠળ છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :