CIA ALERT

ઉતરાખંડ હોનારત : 170 લોકો હજી પણ લાપતા : યુદ્ધના ધોરણે બચાવકાર્ય

Share On :

 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચમોલી-ઉત્તરાખંડમાં હિમશિલા તૂટી પડવાથી અને એને કારણે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરથી ઉદ્ભવેલી સ્થિતિ અંગે આજે રાજ્યસભામાં વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે અને જે પણ સહાયની જરૂર હશે એ ઉપલબ્ધ કરવામાં આવશે.

Image result for uttarakhand glacier

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ કાશ્મીરના ચાર નિવૃત્ત થનારા સંસદસભ્યોના ભાષણ બાદ ગૃહ પ્રધાને આજે સદનમાં વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરને લીધે એક સુરંગમાં ફસાયેલા એનટીપીસીની નિર્માણાધીન પરિયોજનાના લગભગ પચીસથી 35 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અન્ય એક સુરંગમાં ફસાયેલા પંદર જણને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિગંગાના ઉપરી વિસ્તારમાં હિમશિલા તૂટવાથી નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પૂરને કારણે 13.2 મેગાવૉટ ક્ષમતાની એક જળવિદ્યુત પરિયોજના સંપૂણપણે નષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત તપોવનમાં 520 મેગાવૉટ ક્ષમતાની એનટીપીસીની નિર્માણાધીન જળવિદ્યુત પરિયોજનાને પણ મોટું નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે હવે નીચેના વિસ્તારોમાં પૂરનું કોઈ જોખમ નથી. જળસ્તર પણ ઘટી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. સેટેલાઈટથી મળેલી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સમુદ્રથી લગભગ 5,600 મીટર ઊંચાઈએ હિમનદીના મુખ પાસેની હિમશિલા તૂટી પડી હતી. એ લગભગ 14 ચોરસ કિલોમીટર જેટલી મોટી હતી. એને કારણે ઋષિગંગાના નીચેના વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. ઉત્તરાખંડ સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે અને છ જણ ઈજાગ્રસ્ત થયા છે.

Image result for uttarakhand glacier



29 મૃતદેહ મળ્યા, 170 લોકો હજી પણ લાપતા
નવી દિલ્હી, તા.9: ઉત્તરાખંડનાં ગ્લેશિયર ફાટતા સર્જાયેલા જળપ્રલય પછી અત્યાર સુધીમાં બચાવ-રાહત કાર્યમાં 29 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ 170 જેટલા લોકો લાપત્તા છે. તપોવનની સુરંગમાં પણ હજી 3પ લોકો ફસાયેલા છે અને તેમને ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

એનડીઆરએફ, સેના અને એસડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન જારી છે. હવે અહીં વિશિષ્ટ મરીન કમાન્ડોની મદદ પણ લેવામાં આવી રહી છે. ઉત્તરાખંડનાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સોમવારની રાત સુધીમાં 26 મૃતદેહો મળી આવેલા અને 171 લોકોનો હજી કોઈ પત્તો લાગ્યો નથી. કાંપ અને કાદવમાં દબાઈ ગયેલી ટનલમાં બચાવદળ વધુ આગળ પહોંચ્યું છે પણ હજી ટનલની સંપૂર્ણ ખોલી શકાઈ નથી. આખી રાત તપોવનની ટનલમાં બચાવ ટુકડીનાં જવાનોએ મહેનત કરી હતી અને કાટમાળ હટાવવાનાં પ્રયાસો જારી છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :