CIA ALERT

સુરત BJPનું મહાઅભિયાન : 312 કલાકમાં 33 લાખ લોકોનો ફેસ ટુ ફેસ સંપર્ક

Share On :

બીજાનું ખબર નહીં પણ જો તમે સુરતના મતદાર છો તો BJPના ઉમેદવાર-કાર્યકર્તા 13 દિવસમાં તમને રૂબરૂ મળશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આઘામી તા.21મી ફેબ્રુઆરી 2021ના રોજ યોજાવાની છે. એના બે દિવસ પૂર્વે 19મીની સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવામાં આવશે. ઉમેદવારી પ્રક્રિયા તા.6 ફેબ્રુઆરીએ પૂરી થશે અને તા.7મી ફેબ્રુઆરીથી શરૂ થશે સુરત ભાજપાનું મહાઅભિયાન.

આગામી 312 કલાક (13 દિવસ)માં સુરત બીજેપીના ઉમેદવારો અને કાર્યકરો સુરત શહેરના પ્રત્યેક મતદારો 32 લાખ 88 હજાર 509 લોકોને રૂબરૂ ફેસ ટુ ફેસ સંપર્ક કરીને અત્યાર સુધીના સૌથી ઇન્ટેન્સીફાય (ઘનિષ્ઠ) જનસપર્ક અભિયાનને પૂર્ણ કરશે.

સી.આર. પાટીલે કહ્યું હતું…

May be an image of 3 people, people standing and food

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાની સભાઓમાં કહ્યું હતું કે ભલે અમારી સામે હરીફ (કોંગ્રેસ) નબળા હોય, અમે તેમની નબળાઇ પર નહીં અમારી મહેનત પર ચૂંટણી જીતીશું. સુરતમાં જ નહીં બલ્કે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓના વિસ્તારમાં ભાજપા માટે અનુકૂળ માહોલ છે આમ છતાં, પણ ભાજપા ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર અને ફેસ ટુ ફેસ મતદારોને સંપર્ક કરીને ચૂંટણી જીતવા માટે ભારે મહેનત કરશે એ બાબત ચોક્કસ છે.

સુરત ભાજપા માઇક્રો પ્લાનિંગથી કામ કરશે

Image

સુરત શહેર ભાજપા મહાનગરની આખી ટીમ પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરાના નેતૃત્વમાં જનસર્પક મહાઅભિયાન માટે માઇક્રોપ્લાનિંગથી કામ કરી રહી છે. માઇક્રોપ્લાનિંગ તો એટલું વ્યાપક છે કે મતદારોના મોબાઇલ નંબર સુદ્ધા ભાજપાના વોર્ડ કાર્યકર્તાઓ પાસે ઉપલબ્ધ છે. 120માંથી 120 સીટ જીતવાના ઇરાદા સાથે સુરત ભાજપાની ટીમ બહું ઓછા સમયમાં 33 લાખ જેટલા મતદારોને ફેસટુ ફેસ સંપર્ક કરવા માટે કટિબદ્ધ છે. નિરંજનભાઇ ઝાંઝમેરા તો ત્યાં સુધી કહે છે કે ભાજપાનો કાર્યકર્તા જનસર્પક માટે એટલા સજ્જ છે કે જેવું પ્રચાર અભિયાન શરૂ થશે તેઓ દિવસ રાત સુરતના મતદારોને સંપર્ક કરીને ભાજપા તરફી મતદાન કરાવવા માટે કામે લાગી જશે.

પેજ પ્રમુખ અભિયાન વાસ્તવમાં માસ્ટર સ્ટ્રોક

ગુજરાત ભાજપા માટે સી.આર. પાટીલે લોંચ કરેલું પેજ પ્રમુખ અભિયાન ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાસ્તવમાં માસ્ટર સ્ટ્રોક પુરવાર થઇ રહ્યું છે. ચૂંટણી અગાઉથી જ ભાજપાના કાર્યકર્તાઓ પેજ સમિતિઓ બનાવવામાં વ્યસ્ત હતા, પરીણામે તેઓ સોસાયટીઓ, એપાર્ટમેન્ટસ, વસાહતોમાં જઇને મતદારોને આમેય મળ્યા હતા. હવે પેજ સમિતિઓને કારણે મતદારોને માઇક્રો ડેટા પેજ સમિતિ પાસે ઉપલબ્ધ છે. ભાજપાના નેતાઓ કહે છે કે પેજ પ્રમુખને કારણે કાર્યકર્તા અને સામાન્ય લોકો વચ્ચે એક સેતુ પ્રસ્થાપિત થયો છે અને એ સક્રિય જોડાણ આ ચૂંટણીમાં ભાજપાને અનેક ગણો ફાયદો પહોંચાડશે.

દરેક વોર્ડ-વિસ્તારમાં અલગ સ્ટ્રેજેજીથી કામ કરાશે

મળતી માહિતી મુજબ સુરત ભાજપા એટલું માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરી રહી છે કે જેમાં સુરતના 30 વોર્ડ પૈકી દરેક વોર્ડ, વિસ્તાર પ્રમાણે અલગ સ્ટ્રેટેજીથી કામ કરાશે. દરેક જનસંપર્ક કાર્યાલયોને સ્પેશિફિક ગાઇડલાઇન્સથી કામ કરવાનું કહેવામાં આવશે. દરેક ઉમેદવાર અને તેમના ચૂંટણી એજન્ટો માટે પણ ચોક્કસ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે. સુરત મિનીભારત મનાય છે અહીં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આવીને લોકો વસ્યા છે આમ, વસતિની દ્રષ્ટીએ તેમજ વિસ્તારની દ્રષ્ટીએ સામાન્ય મતદારોને આકર્ષવા માટે સુરત ભાજપાએ માઇક્રોલેવલ પર કામ કર્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :