CIA ALERT

Surat BJP : સંગઠન છોડી સત્તાનો માર્ગ કેમ? ભૂમિકા અને જવાબદારી પાર્ટી નક્કી કરે કે નેતા ખુદ?

Share On :

લલીત વેકરીયાના રાજીનામાએ અનેક પ્રશ્નો સર્જી દીધા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના મહામંત્રી જેવી પોસ્ટ પરથી ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપીને ગુજરાત ભાજપામાં ખળભળાટ મચાવનાર લલીત વેકરીયાના મુદ્દે ભાજપા પરિવારમાં પ્રશ્નોનું ઘમાસાણ સર્જી દીધું છે. જે પોસ્ટ પર રહીને લલીત વેકરીયા અનેક લોકોને ટિકીટ અપાવી શકે તેમ હતા, આમ છતાં તેમણે રાજીનામુ આપીને પોતાના માટે ટિકીટ માગી લીધી. ભાજપાના સામાન્ય કાર્યકરોના પણ ગળે ઉતરે એવી વાત નથી કે કોઇ વ્યક્તિ સુરત ભાજપાના મહામંત્રીનું પદ કોર્પોરેટર બનવા માટે છોડી દે. હવે ભાજપા મોવડીમંડળ આ અઘરો દાખલો કેવી રીતે ગણે છે એ આગામી દસેક દિવસમાં જોવા મળશે. પણ જે પ્રશ્નો સર્જાયા છે એ હાલ તુરત તો અનુત્તર છે.

Lalit Vekariya (@vekariya_lalit) | Twitter

ભૂમિકા અને જવાબદારી ભાજપા (સંસ્થા) નક્કી કરે કે નેતા ખુદ?

સંગઠનનું કામ એટલે પાર્ટીને મજબૂત બનાવવાનું કામ, એ છોડીને ચૂંટણી લડીને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં સત્તા મેળવવાનો માર્ગ કેમ?

શું લલીત વેકરીયાને ટિકીટ આપવાનું ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરી થાય એ પહેલાથી જ ફાઇનલ છે?

એક વ્યક્તિ એક હોદ્દો નીતિની જાહેરાત સી.આર. પાટીલે કર્યા બાદ લલીત વેકરીયાએ સુરત ભાજપાનું મહામંત્રી પદ કેમ સ્વીકાર્યું?

લલીત વેકરીયાને ટિકીટ અપાય તો ભાજપાને ફાયદો કે નુકસાન ?

લલીત વેકરીયાને ટિકીટ નહીં મળે તો શું ?

આવા અનેક પ્રશ્નો અનુત્તર રહ્યા છે જેના જવાબો આગામી દિવસોમાં આપમેળે મળતા થઇ જશે. હકીકતમાં ભાજપાના મોવડીઓ ભલે લલીત વેકરીયાના રાજીનામાના અનુસંધાને સી.આર. પાટીલના એક વ્યક્તિ એક હોદ્દાના સુત્રનો દાખલો ટાંકતા હોય પરંતુ, અંદરખાને મામલો સમસમીને બેસી રહેવા જેવો થયો છે. લલીત વેકરીયાને જો પ્રોત્સાહન મળે તો આગામી દિવસોમાં પાર્ટીનું સંગઠનનું કામ છોડીને અનેક નેતાઓ સત્તાના માર્ગે ચાલવાનો રસ્તો અખત્યાર કરતા થઇ જશે. હકીકત પણ એ જ છે કે સંગઠનનું કામ એટલે દેશીભાષામાં કહીએ તો મજૂરીનું કામ, પદડા પાછળ રહીને પાર્ટીને મજબૂત બનાવવાનું કામ જ્યારે ચૂંટણી લડીને કોઇ પોસ્ટ મળે તો એ ફ્રન્ટસ્ટેજ લાઇમલાઇટનું કામ ગણાય છે. ભાજપામાં એક નીતિ ચાલી આવે છે અને એ જે તે કાર્યકર કે નેતાની ભૂમિકા અને જવાબદારી આપવાનું કામ પાર્ટી કરતી હોય છે નેતા નહીં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :