Gujarat : પ્રજાસત્તાક પર્વે કોણ ક્યાં ધ્વજવંદન કરશે : વાંચો અહીં
પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.
- દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
- વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
- આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
- સૌરભ પટેલ અમદાવાદમાં,
- કૌશિક પટેલ ગાંધીનગરમાં,
- ગણપત વસાવા સુરતમાં,
- જયેશ રાદડીયા કચ્છમાં,
- ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
- કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
- જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં
- પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
- બચુ ખાબડ છોટાઉદેપુર,
- જયદ્રથસિંહ પરમાર આણંદ,
- ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
- વાસણ આહીર પાટણ,
- વિભાવરીબેન દવે મહેસાણા,
- રમણ પાટકર અરવલ્લી,
- કિશોર કાનાણી ભરૂચ,
- યોગેશ પટેલ તાપી અને
- ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.
રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.
જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


