PUB-G : ૧૦ કરોડ ડોલરનું રોકાણનો લોલીપોપ આપીને ભારતમાં પરત ફરશે

પબજી એક નવા અવતારમાં ભારતમાં પરત આવશે. સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરશને ગુરુવારે આ જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે, જેને માત્ર ભારત માટે બનાવાઈ છે. આ વખતે ચીનની કંપની સાથે કંપનીની કોઈ ભાગીદારી કરશે નહીં.
પબજી કોર્પોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટન ઇન્કોર્પોરેશને ભારતમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રોકાણ કોઈ કોરિયન કંપની દ્વારા કરવામાં આવનારું સૌથી મોટું રોકાણ હશે. કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે પબજી કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં પરત આવશે.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પબજી ભારતમાં પબજી મોબાઇલ ઈન્ડિયા લોન્ચ કરશે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે નવી ગેમ ક્યારે લોન્ચ થશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આની સાથે જોડાયેલી જાણકારી ટૂંક સમયમાં જ જણાવાશે. કંપનીએ ભારતીય યુઝર્સને સિક્યોરિટી અને સારી ગેમ પ્લેનું સારું ઓપ્શન આપવાનો દાવો કર્યો છે.
પબજી કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે કંપની આ રોકાણ લોકલ વીડિયો ગેમ, ઈ-સ્પોર્ટ્સ મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં કરશે, સાથે કંપની ૧૦૦થી વધારે કર્મચારીઓની ભરતી કરશે. લોકલ ઓફિસ પણ તૈયાર કરાશે.
પબજી વિશ્ર્વમાં ડાઉનલોડ થનારી ગેમ્સના લિસ્ટમાં ટોપ-ફાઇવમાં છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ૭૩ કરોડથી વધારે વાર ડાઉનલોડ કરાઈ છે. એમાંથી ૧૭.૫ કરોડ એટલે કે ૨૪ ટકા વાર ભારતીયોએ ડાઉનલોડ કરી છે. આ હિસાબે પબજી રમનાર દરેક ચારમાંથી એક ભારતીય છે. એટલું જ નહીં, ગેમિંગની દુનિયામાં તે સૌથી વધારે રેવન્યુ કમાનારી ગેમ છે.રિપોર્ટ મુજબ અત્યાર સુધી પબજી ત્રણ અબજ ડોલર એટલે કે ૨૩ હજાર ૭૪૫ કરોડ રૂપિયાની રેવન્યુ કમાઈ ચૂકી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
