ભરપૂર વિકાસ કાર્યોની નોંધ સાથે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની AGM સંપન્ન : વિરોધીઓએ સતત રોડાં નાંખ્યા પણ એકેય કામ અટકાવી શક્યા નહીં
સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિ.ની વાર્ષિક સાધારણ સભા તા.21મી ઓક્ટોબર 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રામાલિયા ફેમિલીએ જ્યારથી વહીવટ હસ્તગત કર્યો છે ત્યારથી વિરોધીએએ વિકાસ કાર્યો આડે રોડાં નાંખવાના અનેક પ્રયાસો કર્યા, અનેક વખત વિકાસ કાર્યોની ગતિ અવરોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છતાં રામોલિયા ફેમિલીએ સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને સર્વે સભ્ય એકમોના વેલ્ફેર માટે અવિરત વિકાસ કાર્યો હાથ ધર્યા. એજીએમમાં આ વિકાસ કાર્યોની નોંધ સાથે ભાવિ વિકાસને લગતા અનેક કાર્યોને લીલીઝંડી આપવામાં આવી હતી.

સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના શ્રી મહેન્દ્ર રામોલિયાએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છાશવારે સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આક્ષેપો કરનારા એજીએમમાં ગેરહાજર રહ્યા, ખરેખર તો તેઓ સાચા હોત તો તેમણે એજીએમમાં આવીને મુદ્દાસર રજૂઆતો કરવી જોઇએ, તેને બદલે ગેરહાજર રહીને પોતાના આક્ષેપો પાયાવિહોણા છે એવું તેમણે જાતે જ પુરવાર કરી દીધું છે.
સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં સતત પ્રજાકીય કાર્યો થયા છે અને તેનો રોજેરોજનો અહેવાલ સોશ્યલ મિડીયા સમેત સોસાયટીના સત્તાવાર રેકોર્ડ પર ઉપલબ્ધ છે જ. અમારી પેનલ કામ નહીં કરી શકે તે માટે વિરોધીઓએ આખું વર્ષ અમને હેરાન કરવામાં કશું બાકી રાખ્યું નથી, છતાં અમારે તો સચીન ઇન્ડસ્ટ્રીય સોસાયટીના વિકાસ માટે કામો કરવા હતા અને છેલ્લા એક વર્ષમાં એ અમે કરી બતાવ્યું છે.

નીતિ વિષયક વિકાસ કાર્યોને લીલીઝંડી
મહેન્દ્રભાઇ રામોલિયાએ જણાવ્યું કે સચીન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં કેટલાક મહત્વના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં
- નવો એસ.ટી.પી. પ્રોજેક્ટ હાથ ધરવો
- અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરવું.
- સાડાત્રણ મીટરના રસ્તા આઠ મીટર પહોળા કરવા જેથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે લાંબા ગાળાનું આયોજન કરી શકાય
- મેઇન રોડ પર બ્લોક બનાવવાનું કામ હાથ ધરવું.
સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની એજીએમ સતત અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં સત્તાધારી પેનલ પોતે કરેલા વિકાસ કામોનો હિસાબ રજૂ કર્યો હતો. સભ્યો વિરોધીઓનો વિરોધ નજરઅંદાજ કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી મહેન્દ્ર રામોલિયાની આ ત્રીજી એજીએમ હતી, અને સતત ત્રીજી એજીએમમાં તેમના વિરોધીઓ એકેય ઉપસ્થિત રહ્યા ન હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
