13મી એ લેવાયેલી NEET નું પરીણામ અમાસે અટવાયું !! 4 વાગ્યાથી કમ્પ્યુટર સ્ક્રીન પર બેસીને વાલીઓ વિદ્યાર્થીઓ પણ કંટાળ્યા
NTA will declare NEET-UG Result 2020 today at ntaneet.nic.in
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજરોજ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4 કલાકે નીટનું પરીણામ જાહેર થશે એવી જાહેરાતને પગલે દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાંજે ચાર વાગ્યાથી કમ્પ્યુટર, લેપ્ટોપ, મોબાઇલ સ્ક્રીન સામે ગોઠવાય ગયા છે પણ સાંજે સાડાસાત વાગ્યા સુધી રિઝલ્ટના કોઇ ઠેકાણા ન હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ એટલા કંટાળ્યા કે સોશ્યલ મિડીયામાં શિક્ષણ મંત્રીનો ઉધડો લઇ લીધો.
ઘણાં વાલીઓએ બળાપો કાઢ્યો હતો કે નીટ 2020માં બધું અપશુકનિયાળ જ ચાલી રહ્યું છે. બબ્બે વખત પાછી ઠેલાયેલી નીટ પરીક્ષા લેવાઇ એ તારીખનો આંક 13 હતો, આજે પરીણામ જાહેર થવાનું છે એ પણ અમાસના દિવસે. હવે પરીણામમાં અસહ્ય વિલંબથી પરીક્ષાર્થીઓની ધીરજ ખૂટી ગઇ છે. કલાકો સુધી કમ્પ્યુટર ફંફોસ્યા પણ સ્ક્રીન પર રિઝલ્ટ આવ્યું નહીં.
તા.16મી ઓક્ટોબર 2020ના રોજ અધિક આસો વદ અમાસ આવે છે અને આ જ દિવસે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ 2020 પ્રવેશ પરીક્ષાના પરીણામને અનુલક્ષીને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેટલીક અંધશ્રદ્ધાઓની ચર્ચા પ્રબળ બની છે. આમ, તો મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેકશન નથી પરંતુ, જે રીતે નીટ 2020ને લઇને જે પ્રકારની કચવાટભરી ચર્ચાઓ ચાલી રહી છે એ પણ નજરઅંદાજ થઇ શકે તેમ નથી.
મેડીકલ અને અંધશ્રદ્ધા વચ્ચે કોઇ કનેક્શન નથી છતાંય વાલીઓ-વિદ્યાર્થીઓમાં ગણગણાટ
- નીટ 2020 તા.13મી સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. આમેય 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે.
- હવે નીટ 2020નું રીઝલ્ટ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થવાનું છે. આ દિવસે અધિક આસોવદ અમાસ છે એટલે ફરી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવો ગણગણાટ છે કે આ દિવસ ભારે હોય છે અને અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અમંગળ કલ્પનાઓ થઇ રહી છે.
આમેય ગુજરાતમાં 13નો આંક અપશુકનિયાળ માનવામાં આવે છે અને તેથી વિશેષ અમાસના દિવસે સારુ કાર્ય કરવાનું ટાળવામાં આવે છે. આવી સ્થિતિમાં નીટ પરીક્ષા આપનારા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના ગ્રુપ્સમાં નીટ પરીક્ષાને લઇને ભારે અંધશ્રદ્ધાપૂર્ણ ચર્ચાઓ વ્યાપક પ્રમાણમાં સંભળાય રહી છે.
એક પેરેન્ટે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું કે અમાસે રિઝલ્ટ અંગે અંધશ્રદ્ધાની વાત નથી, પણ આપણે જોઇએ છીએ કે અમાસના દિવસોએ લોકો પોતાની સર્જરી પણ ટાળતા હોય છે, સારું કામ કરતા હોતા નથી એટલે સ્વાભાવિક છે કે વાલીઓમાં આ બાબતે દ્વીધા પ્રવર્તે.
એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ વખતે કોરોનાને કારણે બે વખત નીટ મુલતવી રખાઇ હતી, એ પછી જ્યારે 13મી તારીખ ફાઇનલ થઇ ત્યારે જ અમને લાગ્યું કે આ દિવસ અપશુકનિયાળ અંક છે. અને આમેય પેપર ખરાબ ગયું હતું.
How to check NEET Result 2020
Step 1: Visit the official website http://ntaneet.nic.in
Step 2: Click on the download result link
Step 3: Enter registration number, roll number
Step 4: Results will appear on the screen
Step 5: Download it, and take a print out
Gujarat State All Medical Colleges

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
