SGCCI : 7/10 બુધવારે દિનેશ નાવડીયાની પ્રેસિડેન્ટ પદે ઇન્સ્ટોલેશન સેરેમની
- 4/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી ચૂંટાઇ આવ્યા
- 5/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની AGM
- 6/10 એ વિજયી મૂહૂર્તમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દિનેશ નાવડીયાની ટીમ ચાર્જ ગ્રહણ કરશે
- 7/10 બુધવારે 7/10 બુધવારે પ્લેટીનમ હોલ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI નવા પ્રમુખ તરીકે દિનેશ નાવડીયા માટે ઇન્સ્ટોલેશન સેરેમની
- દિનેશ નાવડીયાની ટીમમા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી, સેક્રેટરી તરીકે નિખીલ મદ્રાસી અને ખજાનચી તરીકે મનીષ કાપડીયા ચાર્જ ગ્રહણ કરશે
Jayesh Brahmbhatt 98253 44944
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયા આગામી તા.7મી ઓક્ટોબરને બુધવારે સત્તાવાર રીતે ચાર્જ લેશે. દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ પ્લાઝા ખાતે યોજાશે. દિનેશ નાવડીયાને એક મહિના માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બનાવાયા હતા એ સમય દરમિયાન જ તેમણે ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓને એવી ધમધમાવી દીધી હતી કે તેમના વિરોધી જૂથે તરકટ રચીને પ્રમુખ પદથી દૂર રાખવાના પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, વિરોધીઓની એકેય કારી કારગત નિવડી ન હતી.

આજરોજ તા.4 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયા બાદ આવતીકાલ તા.5મી ઓક્ટોબર 2020ના રોજ વર્તમાન પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની એન્યુઅલ જનરલ મિટીંગ ઝુમ એપ્લિકેશન પર યોજી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આશિષ ગુજરાતી વિજયી
અપેક્ષા મુજબ જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વિતેલા વર્ષથી જ દિનેશ નાવડીયા અને બીએસ અગ્રવાલની બનેલી ધરી શક્તિશાળી નિવડી છે અને સતત બીજા વર્ષે દિનેશ નાવડીયા જૂથે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી જીતી લીધી છે. જે રીતે પ્રચારમાં બન્ને ઉમેદવારો આશિષ ગુજરાતી અને મિતીશ મોદી વચ્ચે કાંટાની ટક્કર હોવાનો પ્રભાવ ઉભો કરાયો હતો એનાથી વિપરીત આશિષ ગુજરાતીએ આસાનીથી અને મોટા માર્જિન સાથે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.

આશિષ ગુજરાતીની જીત નિશ્ચિત હતી
સોમવારે 5/10 એ ચેમ્બરની AGM

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


