રાજકીય-ધાર્મિક-સામાજિક કાર્યક્રમોને 21/9 થી મંજૂરી
કેન્દ્રસરકારે કોરોનાની ચેપને અટકાવવા માટે લાગૂ લોકડાઉનના નિયમોમાં વધુ રાહત આપીને અનલોક-૪ની જાહેરાત કરી દીધી છે. પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવનારા અનલોક-૪માં રમત-ગમત, મનોરંજન, ધાર્મિક, રાજકીય કાર્યક્રમને તબક્કાવાર મંજૂરી આપવામાં આવી છે તો મેટ્રો ટ્રેન પણ સાત સપ્ટેમ્બરથી દોડવા લાગશે. જોકે સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-૪ માટે જારી કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ, ૨૧ સપ્ટેમ્બરથી ૧૦૦ વ્યક્તિની મહત્તમ મર્યાદાની સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમને મંજૂરી અપાશે. આ કાર્યક્રમોમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. થર્મલ સ્કેનિંગ, હેંડવોશ અને સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી હશે.
૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર પણ ખોલવાની મંજૂરી અપાઇ છે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ અને થીયેટર ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા સ્થગિત રહેશે. જોકે સરકાર દ્વારા મંજૂર યાત્રા કરી શકાશે. પરંતુ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦ ટકા સુધી શિક્ષણ, બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ, ટેલી-કાઉન્સેલિંગ સાથે સંબંધિત કામગીરી માટે સ્કૂલોમાં બોલાવી શકાય છે.
કન્ટેન્મેન્ટ ઝોન્સથી બહાર સ્થિતિ સ્કૂલોમાં નવમાથી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વાલીની લેખિત સંમતિથી જવાની મંજૂરી આપી શકાય છે. કન્ટેઇન્ટેન્ટ ઝોન્સમાં લોકડાઉન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વધારી દીધું છે. ઝોન્સની ઓળખ અગાઉની જેમ જિલ્લા વહીવટીતંત્રના હવાલે છે. આ ઝોન્સમાં આવશ્યક ચીજોને બાદ કરતાં આકરા પ્રતિબંધ મુકવાનો આદેશ અપાયો છે.
સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે મેટ્રો ચલાવવાની મંજૂરી અપાઇ છે. સરકારે જારી કરેલી માર્ગરેખામાં કહેવાયું છે કે ગૃહમંત્રાલયના સંકલન સાથે શહેરી વિકાસ મંત્રાલય/રેલવે મંત્રાલય દ્વારા મેટ્રો ટ્રેનોને સાત સપ્ટેમ્બરથી તબક્કાવારરીતે ચલાવવામાં આવશે. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે અમલી લોકડાઉનને કારણે ૨૨ માર્ચથી જ દેશમાં મેટ્રોની કામગીરી બંધ છે. મેટ્રો સેવા શરૂ થવાથી ઓફિસ અને અન્ય સ્થળોએ જવા માટે મેટ્રોની મુસાફરી પસંદ કરતાં એનસીઆરના લોકોને મોટી રાહત મળશે. કોરોના કાળમાં મેટ્રોને સલામતરીતે ચલાવવાની ખાસ તૈયારી કરાઇ છે.
અધિકારીઓએ જણાવ્યું કે મેટ્રો સ્ટેશનો અને ટ્રેનોમાં માસ્ક અનિવાર્ય હશે અને માસ્ક વગરના લોકોને મેટ્રોની ઇમારતમાં ઘુસવા નહિ દેવાય. આની સાથે એકબીજાની વચ્ચે અંતરનું પાલન કરવામાં આવશે. ટ્રેનો યાત્રીઓના ચઢવા અને ઉતરવા માટે નિયમિત દિવસોની સરખામણીએ વધુ સમય સુધી થોભશે, જેથી મુસાફરો એમ કરતાં એક બીજાથી અંતર રાખી શકે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ૫૦ ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓનલાઇન શિક્ષણ અને ટેલી કાઉન્સેલિંગ માટે સ્કૂલોમાં બોલાવી શકે છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક સ્તરે કોઇ લોકડાઉન અમલી નહિ કરે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે સરકારે કેન્દ્રસરકારે વાયરસને વધતો અટકાવવા માટે આ પ્રકારના મેળાવડાં પર પ્રતિબંધ મુકી દીધો હતો.
સરકારે જૂનમાં અનેક અગમચેતી સાથે પૂજાના સ્થળોને ફરી ખેલવાની મંજૂરી આપી હતી. જોકે ધાર્મિક પ્રસંગોને મંજૂરી અપાઇ નહતી. આ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે મુહર્રમના જૂલુસ કાઢવાની મંજૂરી આપી નહતી. તેનું કહેવું હતું કે જો તેને મંજૂરી અપાશે તો ‘ગરબડ’ થશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત તીવ્ર વધારો થઇ રહ્યો છે. દરરોજ ચેપના આશરે ૭૦,૦૦૦ નવા કેસો નોંધાઇ રહ્યા છે. આની સાથે જ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩ લાખને પાર કરી ગઇ છે. દેશમાં અત્યારસુધી ૬૨,૦૦૦થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.
આ બધું ખુલી જશે…
-સાત સપ્ટેમ્બરથી
મેટ્રો સેવાઓને માર્ગરેખાઓની સાથે મંજૂરી
-૨૧ સપ્ટેમ્બરથી
– સામાજિક/શૈક્ષણિક/રમત-ગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમ ૧૦૦ લોકો સુધી સાથે કરાવી શકાશે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક હેંડવોશ, થર્મલ સ્કેનિંગ અનિવાર્ય.
– ઓપન એર થીયેટરને મંજૂરી
-ટીચર્સથી સલાહ લેવા માટે ૯મીથી ૧૨માં ધોરણ સુધી વિદ્યાર્થી સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ જઇ શકશે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનથી બહારના આ વિદ્યાર્થીઓને જ આ લાભ મળશે.
-શાળાઓનો 50 ટકા ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ શાળાએ ઓનલાઇન ક્લાસ તથા અન્ય કામગીરી માટે જઇ શકશે.
-૨૧ સપ્ટેમ્બરથી ટેકનીકલ અને પ્રોફેશનલ કાર્યક્રમો (જેમાં લેબ અથવા પ્રેક્ટિકલની જરૂર છે)વાળા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે ટોચના શિક્ષણ સંસ્થાન ખોલી શકાશે.
આ વધુ બંધ રહેશે
- -કન્ટેન્ટમેન્ટ ઝોન્સમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકડાઉનની મર્યાદામાં કોઇ પણ પ્રકારની રાહત નહિ અપાય.
- -સિનેમા હોલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક
- -સ્વીમિંગ પુલ જેટલા સ્થળો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


