CIA ALERT

Gujarat : 69 દિવસમાં જ સીઝનનો વરસાદ @ 100 %

Share On :

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :