આજ (21/8) થી ઇંગ્લેંડ પાકિસ્તાન વચ્ચે અંતિમ ટેસ્ટ
ઇંગ્લેન્ડ અને પ્રવાસી પાકિસ્તાનની ટીમ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીનો ત્રીજો આખરી ટેસ્ટ આવતીકાલ શુક્રવારથી અહીંના રોસ બાઉલ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની અનુપસ્થિતિમાં શરૂ થશે. શ્રેણીના પહેલા મેચમાં ઇંગ્લેન્ડનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. વરસાદગ્રસ્ત બીજો ટેસ્ટ મેચ ડ્રો રહ્યો હતો. આથી ઇંગ્લેન્ડની નજર ત્રીજા મેચમાં હાર ટાળીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જ્યારે પાકિસ્તાને શ્રેણી 1-1થી ડ્રો કરવા માટે જીત માટે કરો યા મરોનો જંગ રમવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર શુક્રવારથી બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે.’સાઉથમ્પટનના સ્ટેડિયમની વિકેટ ઝડપી બોલરોને વધુ મદદ કરે છે. મેચના ત્રણ દિવસ બાદ સ્પિનર્સ પણ ચમકે છે. આ જ સ્ટેડિયમ પર બીજો ટેસ્ટ રમાયો હતો. જો કે વરસાદને લીધે મોટાભાગની રમત વેડફાઇ ગઇ હતી.
ત્રીજા ટેસ્ટમાં પણ વરસાદના વિઘ્નની’આગાહી છે.
ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સ્ટોકસ પારિવારિક કારણોસર ત્રીજા ટેસ્ટમાં પણ રમવાનો નથી. તેના સ્થાને જેક ક્રાઉલેને તક નિશ્ચિત છે. તેણે બીજા ટેસ્ટમાં અર્ધસદી કરી હતી. જોફ્રા આર્ચરની લગભગ વાપસી થશે. રોટેશન પોલિસી અનુસાર તેને બીજા ટેસ્ટમાં રેસ્ટ અપાયો હતો.’ પાક. ટીમને આ મેચ જીતવો હશે તો તેના ટોચના બેટધરોએ મોટી ઇનિંગ રમવી પડશે. સુકાની અઝહર અલી પાછલી ત્રણ ઇનિંગમાં ફકત 38 રન જ કરી શકયો છે. ફકત શાન મસૂદ અને બાબર આઝમ રન કરી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


