Proposed IPL-2020 Draft : પ્રારંભ 19 સપ્ટેમ્બરથી અને ફાઇનલ 8 નવેમ્બરે : રમાશે UAE માં
યૂએઇ (United Arab Emirates) માં રમાનાર આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનો ફાઇનલ મુકાબલો તા.8 નવેમ્બરે રમાશે. આ જાણકારી ખૂદ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે તા.24 જુલાઇ 2020ના રોજ સાર્વજનિક કરી હતી.
આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આવતા સપ્તાહે મળશે. જેમાં કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી આપવામાં આવશે. જો કે બીસીસીઆઈ તમામ ફ્રેંચાઇઝીને સંભવિત કાર્યક્રમની જાણ કરી દીધી છે.

આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે બેઠક તુરંતમાં મળશે, પણ અમે કાર્યક્રમ ઘડી કાઢયો છે. જે અનુસાર આઇપીએલ-2020નો પ્રારંભ યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી થશે અને 8 નવેમ્બરે સમાપ્ત થશે. અમને સરકારને મંજૂરીની આશા છે. આ વખતે આઇપીએલ પ1 દિવસ સુધી રમાશે. પટેલે કહ્યંy કે કોવિડ-19 મહામારીના ખતરાથી બચવા માટે ગાઇડ લાઇન્સ તૈયાર કરવામાં આવી રહી છે. સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવો કે ન આપવો તેનો અધિકાર અમીરાત (યૂએઇ) સરકારનો છે. અમે આ ફેંસલો તેમના પર છોડી દીધો છે. જો કે સામાજિક દૂરીનું ચુસ્ત પાલન કરવું પડશે.
યૂએઇમાં ત્રણ મેદાન ઉપલબ્ધ છે. દુબઇ, અબુધાબી અને શારજાહના સ્ટેડિયમ પર આઇપીએલના તમામ મેચ રમાશે. એવા પણ રિપોર્ટ છે કે ટીમોની કેમ્પ માટે આઇસીસીની એકેડેમીનું મેદાન બીસીસીઆઇ ભાડે લેશે. જેમાં બે મેદાન, 38 ટર્ફ પિચ, 6 ઇન્ડોર પિચ અને પ700 સ્ક્વેર ફૂટનું આઉટડોર કન્ડીશનિંગ ફિલ્ડ છે. જેમાં ફિઝિયોથેરાપી અને મેડિકલ સેન્ટર પણ છે.
દુબઇ સરકારના નિયમ અનુસાર જે કોઇ વિદેશીનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવે તો તેને ક્વોરન્ટાઇનમાં રહેવું પડતું નથી. આથી આઇપીએલ રમવા આવનાર તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને આયોજન સાથે જોડાયેલા લોકો જો કોરોનાગ્રસ્ત નહીં હોય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૂર પડશે નહીં.
પ્રત્યેક ટીમ એક મહિના પહેલા યૂએઇ પહોંચશે. એવું જાણવા મળે છે કે મોટાભાગની ટીમ તા.20 ઓગસ્ટ સુધી તેમના ખેલાડીઓને યૂએઇમાં બોલાવી લેશે અને કેમ્પ શરૂ કરશે. આથી તેમને ચાર સપ્તાહનો સમય મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


