ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનો વહીવટ જ સરકાર હસ્તક : પ્રાઇવેટ ડોક્ટર કઇ રીતે દુરુપયોગ કરી શકે ? : IMA Gujarat નો સોંસરવો સવાલ
કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે જીવનદાન સમા ટોસીલીઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર તેમજ દુરુપયોગ થયો હોવા અંગે તેમજ એમાં કેટલાક પ્રાઇવેટ ડોક્ટરોની ભૂમિકા હોવા અંગેના તા.9મી જુલાઇ 2020ના સુરત ખાતેથી રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કરેલા નિવેદનથી સુરતના તબીબો અને તેમના સંગઠન ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ધૂંઆપૂંઆ થયુ છે.
રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિ માફી નહીં માંગે તો આંદોલનની તબીબોની ચીમકી
સુરતના તબીબોએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સમેત અન્યોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ટોસીલીમુઝેબ ઇન્જેકશનનો સઘળો વહીવટ જ સરકાર હસ્તક છે. સરકાર સિવાય કોઇ વ્યક્તિ આ ઇન્જેકશનનો વહીવટ કરી શકે તેમ નથી. તો આવી સ્થિતિમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ કયા આધારે સુરતના પ્રાઇવેટ ડોક્ટરોને બદનામ કરતું નિવેદન તા.9મી જુલાઇની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સુરત ચેપ્ટરે એવી ચેલેન્જ ફેંકી છે કે ક્યાં તો જયંતિ રવિ ટોસીલીમઝુમેબ ઇન્જેકશનના દુરુપયોગમાં પ્રાઇવેટ ડોક્ટરોની સંડોવણી પુરવાર કરી બતાવે અન્યથા પ્રાઇવેટ તબીબોની જાહેરમાં માફી માગે.
કોવીડ-19માં જીવના જોખમે દર્દીઓની સેવા કરતા તબીબોને બદનામ કરવાની પ્રવૃતિ સામે આઇ.એમ.એ. ખફા

Read also on this web
- AiR India ફ્લાઈટનું એક એન્જીન આકાશમાં બંધ થતાં New Delhi એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
- RERA બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ
- Maharashtra સ્થાનિક ચૂંટણીઓમાં ઉદ્ધવ-શરદની પાર્ટી સિંગલ ડિઝિટમાં, રાજ ઠાકરેનું તો ખાતુ ન ખુલ્યું
- ચેમ્બરે ચિન્ધેલા ગ્લોબલ કનેક્ટ માર્ગે સુરતના ઉદ્યોગપતિ બોત્સવાનામાં જંગી મૂડીરોકાણ કરશે
- તો સુરતના MSME રજિસ્ટર્ડ હીરા ઉદ્યોગકારોને સુરત બેઠા બોત્સવાનાના રફ ડાયમંડસ ખરીદી શકશે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


