સચીન GIDCના ઉદ્યોગો હાલ તો SMCના લાખોના ટેક્સથી બચ્યા !! ક્યાં સુધી બચે છે એ જોવાનું રહે છે
Surat Cityની હદમાંથી સચીન GIDC બાકાત
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા.18મી જુન 2020ના રોજ જાહેર કરવામાં આવેલા સુરત શહેરના હદ વિસ્તરણમાંથી સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને બાકાત રાખવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસીને સુરત શહેરની હદમાંથી બાકાત રાખવાના કારણે હાલ તુરત તો સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના કરવેરામાંથી બચી ગયા છે. કેમ કે જો સચીન જીઆઇડીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સુરત શહેરની હદમાં સામેલ કરવામાં આવ્યા હોત તો સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોની આકારણી કરીને તેમની પાસેથી વેરા વસુલાત શરૂ કરી શકે અને જાણકારો કહે છે કે સચીનના એકએક ઇન્ડસ્ટ્રીયલ યુનિટને તેના વિસ્તાર પ્રમાણે લાખથી બે લાખ જેટલો વેરો ભરપાઇ કરવાનો આવે એમ છે.
Surat City Limit Expansion Notification

અહીં નિર્દેશ કરાયો છે કે સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયા એક્સક્લુડીંગ

પરંતુ, હાલ તુરત તો સુરત શહેરની હદમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સામેલ કરવામાં આવ્યો ન હોઇ, સચીનના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના તોતીંગ વેરામાંથી બચી ગયા છે પરંતુ, એ ક્યાં સુધી બચી શકે છે એ જોવાનું રહે છે.
કેમકે ભૂતકાળમાં જ્યારે સુરતનું હદ વિસ્તરણ થયું હતું ત્યારે ઉધના, પાંડેસરા વગેરે જીઆઇડીસીનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ, સુરત મહાનગરપાલિકાએ સ્વબળે જ વેરો ઉઘરાવવાનું શરૂ કરી દેતા આખરે એ વિસ્તારોને સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ કરીને તેમને ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે ડીનોટીફાઇડ જાહેર કરવામાં આવ્યા હતા.
પાંડેસરા જીઆઇડીસી સુરત શહેરની હદમાં ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જ પાંડેસરાના ઉધોગો ચાલી રહ્યા હોઇ, સુરત મહાનગરપાલિકા ઉદ્યોગો પાસેથી વેરો ઉઘરાવી શકે. હવે સચીન જીઆઇડીસી ક્યાં સુધી પાલિકાના વેરામાંથી બચી શકે છે એ જોવું રહ્યું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


