18 ગુરુ 19 શુક્ર એ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી લઈને સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે ૧૮-૧૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.
વલસાડના ધરમપુરમાં ૩.૩૨ ઇંચ, અમરેલીના લિલિયામાં ૩.૨૪ ઇંચ, અમરેલીમાં ૨.૫૬ ઇંચ, ગીરસોમનાથના કોડિનારમાં ૨.૧૨ ઇંચ, જૂનાગઢના ભેસાણમાં ૧.૪૪ ઇંચ, અમરેલીના ખાંભામાં ૧.૩૬ ઇંચ, સુરતના મહુવામાં ૧.૨૪ ઇંચ, રાજકોટના ધોરાજીમાં ૧.૧૬ ઇંચ, સુરતના માંગરોળમાં ૧.૧૨ ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના ઉનામાં ૧.૦૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડૅમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં શરૂ થયેલા વરસાદના કારણે ડૅમમાં નવા નીર આવતાં જૂના પાણીના સંગ્રહને નદીમાં છોડવામાં આવ્યો હતો. પ્રથમ ફેઝમાં ડૅમના ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડૅમના દરવાજા ખોલાતાની સાથે જ નદીકિનારે આવેલાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આવતા અઠવાડિયામાં ડૅમના અન્ય ૨૦ દરવાજાઓ ખોલવાનું આયોજન કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
