Corona : ભારતમાં કોરોના 18 નવા કેસો સાથે આંકડો 62 થયો, કેરળમાં Lockdown સ્થિતિ
ધૂળેટીની રજા દરમિયાન ભારતાં એક દિવસમાં કોરોનાના 18 નવા કન્ફર્મ કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ કોરોના દર્દી ધરાવતું રાજ્ય બન્યું હોઇ, કેરળમાં લૉકડાઉન સ્થિતિ સર્જી દેવામાં આવી છે. કેરળમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ડેકલેરેશન ફરજિયાત બનાવાયું છે. કેરળમાં યુદ્ધના ધોરણે કોરોનાગ્રસ્ત દર્દીઓ શોધવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ તા.11મી માર્ચે સવારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે.
મંગળવારે ધૂળેટીના દિવસે મહારાષ્ટ્રમાં 5 નવા કેસો, કેરળમાં 8 નવા કેસો, કર્ણાટકમાં 4 અને જમ્મુકાશ્મીરમાં 1 કેસ કોરોનાનો હોવાનું કન્ફર્મ થતાં ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે. કેરળમાં કુલ 1495 લોકોને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.
કેરળમાં વધુ છ કેસ: સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ
કેરળમાં મંગળવારે કોરોના વાઇરસના વધુ છ કેસ કનફર્મ્ડ થયા બાદ સરકારે વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે શાળા, કૉલેજ અને સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ કરવા સહિત સખત નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે કેરળમાં કોરોના વાઇરસના કુલ ૧૨ કનફર્મ્ડ કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસ વિશે બોલાવવામાં આવેલી કેબિનેટની ખાસ બેઠક બાદ મુખ્ય પ્રધાન પિનારયી વિજયને પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧૧૬ વ્યક્તિ પર નજર રાખવામાં આવી છે, ૧૪૯ વ્યક્તિને વિવિધ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને ૯૬૭ વ્યક્તિને એમનાં ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલા ક્ધર્ફ્મ્ડ કેસમાં ઇટાલીથી પાછા ફરેલા અને પથનમથિટ્ટા જિલ્લાના રાનેના રહેવાસી પતિ-પત્ની, એમનો પુત્ર તથા એમની સાથે રહેતા સગા અને મિત્રોનો સમાવેશ થાય છે.
મંગળવારે નોંધાયેલા નવા છ ક્ધર્ફ્મ્ડ કેસમાં દંપતીનાં વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થાય છે.
આ સિવાય, કોચીમાં પોતાનાં માતાપિતા સાથે સોમવારે ઇટાલીથી પાછા ફરેલા ૧૧ અને ત્રણ વર્ષનાં બે બાળકનો સમાવેશ પણ થાય છે.
ગયા મહિને આ વાઇરસનો ભોગ બનેલા ત્રણ દર્દીને સફળતાપૂર્વક સાજા કરીને એમના ઘરે મોકલ્યા બાદ કેરળમાં કોરોના વાઇરસના આ બીજા નવા કેસ નોંધાયા હતા.
વિજયને જણાવ્યું હતું કે ૩૧મી માર્ચ સુધી બધી જ શાળા, કૉલેજ અને સિનેમાઘરો બંધ રહેશે.
રાજ્ય, સીબીએસઇ અને આઇસીએસઇ બૉર્ડના ધોરણ ૧થી ૭ બંધ રહેશે અને એમની શરૂ થયેલી પરીક્ષાઓ હાલ સ્થગિત રાખવામાં આવી છે.
જોકે, ૧૦મા ધોરણ, ૧૨મા ધોરણ અને વૉકેશનલ હાયર સેક્ધડરીની પરીક્ષાઓ ચાલુ રહેશે. આઠઠમાં અને નવમાં ધોરણની ફાઇનલ પરીક્ષાઓ સમયપત્રક પ્રમાણે યોજાશે.
આ સિવાય, મદરેસા, આંગણવાડીઓ, ટ્યુશન કલાસીસ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે.
નાટ્યગૃહો અને કલા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, મંદિરો અને ચર્ચના ઉત્સવોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
India’s count of coronavirus cases rose by 18 to 62 with eight testing positive from Kerala, five from Maharashtra, four from Karnataka and one from J&K on Tuesday.

ચીનમાં મરણાંક ૩૧૩૬ : વિશ્વમાં ૪૦૧૧નાં મોત
ચીનના કોરોના વાઈરસે ૧૦૦ દેશને ઝપટમાં લીધા છે. ચીનમાં મરણાંક ૩૧૦૦ ઉપર ગયો છે. વિશ્ર્વભરમાં મળીને ૪૦૦૦થી વધુના મોત થયા છે. ચીન બાદ સૌથી વધુ અસર ઈટાલીને થઈ છે, જ્યાં ૩૦૦થી વધુનાં મોત થયા છે, ત્યાર બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, અમેરિકામાં મોત વધારે થયા છે. ચીનમાં ગઈ કાલે ૩૭નાં મોત થયા છે, તેમાં ૨૦નાં મોત હૉટેલ ધરાશાયી થતા થયા છે. ક્વોરેન્ટાઈન સવલતના ઉપયોગમાં લેવાયેલી હૉટેલ તૂટી પડી હતી જેમાં ૮૧ વ્યક્તિ ટેસ્ટિંગ માટે રખાઈ હતી તે જ તૂટી પડતા ૨૦નાં મોત થયાં છે. ૬૧ વ્યક્તિને બચાવી લેવાઈ હતી જેમાં દસ વર્ષના બાળકનો સમાવેશ છે.
કુઆનઝોની શીનજીયા હૉટેલ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. વાઈરસથી અસરગ્રસ્તોનું ટેસ્ટિંગ થતું હતું. વાઈરસનો ચેપ લાગેલા દર્દીની સંખ્યા ૧,૧૦,૦૦૦ થઈ ગઈ છે, તે જોતાં મરણાંક વધી શકે છે. કોરોના વાઈરસ સહુ પ્રથમ ચીનના વુહાનમાં ડિસેમ્બરના અંતમાં ફેલાયો હતો, ત્યાર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ વાર આ શહેરની મુલાકાતે મંગળવારે ગયા હતા. ચીનમાં ૩૧૩૬નાં મોત થયા છે. સૌથી વધુ મરણ વુહાનમાં થયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


