ધંધા-રોજગાર-આરોગ્ય, સ્ત્રી-વિદ્યાર્થી વર્ગને સોશ્યલ મિડીયાથી થતાં નફા-નુકસાનનો કોઇ જ ઉલ્લેખ જ્યોતિષીઓની ભવિષ્યવાણીઓમાં નથી !!

Share On :

શનિની પનોતી કે ગ્રહયોગોથી ડરાવતા જ્યોતિષોની પહોંચની બહાર સોશ્યલ મિડીયા ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિપાવલીની રજાઓમાં જો કંઇપણ વધારે વખત વંચાતુ મટિરીયલ હોય તો એ જ્યોતિષો દ્વારા કરવામાં આવેલી (C.I.A. Live) વિક્રમ સંવતના નવા વર્ષ માટેની ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથન હોય છે. ગુજરાતમાં જ્યોતિષો દ્વારા કરવામાં આવતી આ ભવિષ્યવાણીઓને લોકો આખું વર્ષ સાચવી રાખતા હોય છે અને તેમાં લખેલું હોય એ બ્રહ્મવાક્ય માની લેતા હોય છે.

આ વખતના જ્યોતિષીઓના કથનમાં એક ઉડીને આંખ વળગે એવી વાત આપ સૌ સાથી શેર કરી રહ્યો છું. સોશ્યલ મિડીયા આજના યુગમાં દૈનિક ક્રિયા કે કાર્યની જેમ વણાઇ ચૂક્યું છે એવું અભિન્ન અંગ થઇ ચૂક્યું છે. (C.I.A. Live) સોશ્યલ મિડીયાનો સૌથી નકારાત્મક પ્રભાવ વિદ્યાર્થીઓ પર સૌથી વધુ છે. એવી જ રીતે સ્ત્રી વર્ગ સોશ્યલ મિડીયા અને સાઇબર ક્રાઇમથી ભોગ બનતી હોવાની ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ધંધા-રોજગાર માટે સોશ્યલ મિડીયાના સારા-નરસા પ્રસંગો પણ રોજેરોજ જોવા મળે છે.

નૂતન વર્ષની ભવિષ્યવાણીઓનો પ્રભાવ લોકો પર હોય છે સોશ્યલ મિડીયાથી થતાં નફા નુકસાનનો કોઇ જ પ્રભાવ જ્યોતિષોની ભવિષ્યવાણીઓ પર નથી

વિક્રમ સંવત 2076ના વર્ષ માટે જ્યોતિષોએ જુદા જુદા પ્લેટફોર્મ પરથી કરેલી ભવિષ્યવાણીઓ, ભવિષ્ય કથનમાં રોજેરોજની પ્રવૃતિઓ ત્યાં સુધી કે ગાયને શું ખવડાવવું, ગરીબોને શું દાન આપવું, કઇ દિશામાં બેસવું, કઇ દિશામાં સૂઇ જવું, કાળા મરી, હળદર, દૂધ કોને ક્યાં કેવી રીતે ચઢાવવું વગેરેનું જ્ઞાન પીરસતા જોવા મળે છે પણ સોશ્યલ મિડીયાથી થતા નુફા નુકસાન બાબતે એક હરફ ઉચ્ચાર્યો નથી. (C.I.A. Live) જ્યારે સામાન્ય લોકોની દૈનિક ક્રિયાઓ, દિનચર્યા અંગેની તમામ વાતો, પાસાઓ જ્યોતિષો આવરી લેતા હોય ત્યારે સોશ્યલ મિડીયા તો દૈનિક કાર્યનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેના નફા-નુકસાનની સારી નરસી બાબતો સામાન્ય લોકો પર રોજેરોજ વર્તાતી જોવા મળે છે. પણ વિક્રમ સંવત 2076 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓમાં સોશ્યલ મિડીયા જ્યોતિષોની પહોંચની બહાર હોવાનું જણાય આવે છે.

આવી સ્થિતિમાં વિક્રમના નવા વર્ષમાં જ્યોતિષીઓએ કરેલી આગાહીઓમાં ક્યાંયે સોશ્યલ મિડીયાથી થનારા નફા નુકસાનનો કોઇ જ નામોલ્લેખ સુદ્ધાં નથી. બુદ્ધિજીવી વર્ગ આમેય જ્યોતિષીઓના કથનને માનતા નથી ત્યારે આ મુદ્દો તેમની દલીલને બળ આપી રહ્યો છે.

શનિની પનોતી કે અન્ય ગ્રહયોગો અંગે લોકોને ડરાવતા જ્યોતિષો સોશ્યલ મિડીયાના અજગરી ભરડાંથી થતાં નુકસાનથી લોકોને સાવચેત નથી કરી રહ્યા

Symbolic pic : CIA Live

સોશ્યલ મિડીયાથી વિદ્યાર્થી વર્ગને શું નુકસાન

  • વિદ્યાર્થીઓનો અભ્યાસ સોશ્યલ મિડીયા બગાડી રહ્યું છે
  • આરોગ્ય બગડે એ રીતે વિદ્યાર્થીઓ સોશ્યલ મિડીયાના આદી બની ચૂક્યા છે.
  • વિદ્યાર્થીઓ માટે વ્યસન બની ચૂક્યું છે સોશ્યલ મિડીયા
  • પબજી જેવી ગેમ્સ પર સરકારી પ્રતિબંધો મૂકી દેવા પડ્યા હતા (C.I.A. Live)
  • કેટલીક ગેમ્સ રમતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધાના દાખલા વિશ્વભરમાં બન્યા

સોશ્યલ મિડીયાથી સ્ત્રી વર્ગને નુકસાન

  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાના કારણે અનેક સ્ત્રીઓના સંસારમાં કલેષ જન્મે છે
  • સોશ્યલ મિડીયાના દુરુપયોગથી અનેક મહિલાઓ સાઇબર ક્રાઇમનો ભોગ બની
  • સોશ્યલ મિડીયા, સેલ્ફીના ચક્કરમાં અનેક સ્ત્રીઓ પોતાના બાળકોના ઉછેરમાં સમય આપી શકતી નથી (C.I.A. Live)
  • અનેક મહિલાઓ, યુવતિઓના સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરાયેલા ફોટાને મોર્ફ કરીને તેમની બદનામી કરવામાં આવી

સોશ્યલ મિડીયાથી માનસિક-શારીરીક આરોગ્યને ગંભીર નુકસાન

  • કામકાજના માટે 24 કલાકમાંથી માંડ 14 કલાક મળે તેમાંથી 3-4 કલાક સોશ્યલ મિડીયામાં બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફાવા માંડતા નાણાંકીયા આવક અને ક્રિએટિવીટી ઘટી જવા પામી છે.
  • એવા લોકો મંદી મંદીના બૂમો પાડી રહ્યા છે જેઓ સોશ્યલ મિડીયા પાછળ પોતાના કામના કલાકો અને મગજ બન્ને બગાડતા જોવા મળે છે. (C.I.A. Live)
  • શારીરીક અને માનસિક આરોગ્ય બન્ને સામે સોશ્યલ મિડીયાએ જોખમ ઉભા કર્યાના દાખલાઓ રોજેરોજ જોવા-જાણવા મળી રહ્યા છે.
  • સોશ્યલ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયાથી બનતા ગુનાઓ વધી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચવું આજે મહત્વની બાબત બની ચૂકી છે.
  • સોશ્યલ મિડીયામાં રચ્યા પચ્યા રહેવાને કારણે આર્થિક નુકસાનીનો કોઇ અંદાજ જ નથી. જે યુઝર્સ પહેલા 500 એમ.બી.ડેટા મહિને કરકસરથી વાપતા હતા એ યુઝર્સને આજે દૈનિક 1500 એમ.બી. ડેટા ઓછો પડી રહ્યો છે. સોશ્યલ મિડીયાના કારણે ઇન્ટરનેટને વપરાશ વધ્યો અને વપરાશ વધતા ડેટા પેક પાછળના ખર્ચા પણ વધ્યા.

એવું નથી કે સોશ્યલ મિડીયાથી નુકસાન જ નુકસાન છે ફાયદાઓ પણ અનેક છે

  • જીવનસાથી આ વર્ષે મળશે એવી આગાહી કરતા જ્યોતિષો એવું નથી કહી રહ્યા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ કે વ્હોટ્સ એપ જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી જીવનસાથી મળશે. આજે સોશ્યલ મિડીયાથી લોકોનો જીવનસાથી મળી રહ્યા છે અગર તો જીવનસાથીની સાચી ઓળખ સોશ્યલ મિડીયાથી લોકો મેળવી રહ્યા છે. (C.I.A. Live)
  • મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ સોશ્યલ મિડીયા પોસ્ટ્સનો સહારો લઇને ઉમેદવારોનું વ્યક્તિત્વ અને વ્યક્તિગત પસંદગીનો તાગ મેળવતા હોય છે.
  • ધંધા-રોજગારમાં લોકો પ્રત્યક્ષ બિઝનેસ ટુ કસ્ટમર, ડાયરેક્ટ વેપારથી નુકસાન પામતા લોકોને સોશ્યલ મિડીયા માર્કેટિંગ, ઇનડાયરેક્ટ માર્કેટિંગથી ભરપૂર ફાયદો મળ્યો. આમાં કેમ જ્યોતિષો કંઇ કહી શક્તા નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :