MSME ની વ્યાખ્યામાં ફેરફાર કરાશે : દેશના GDPમાં MSME ૨૯ ટકાનો હિસ્સો

માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસની (એમએસએમઈ) વ્યાખ્યામાં સરકાર ટૂંકમાં ફેરફાર કરશે એમ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. પાંચ વર્ષમાં એમએસએમઈ સેકટરમાં પાંચ કરોડ રોજગારી ઊભી થવાની આશા દર્શાવી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઑગસ્ટમાં કહ્યું હતું કે, એમએસએમઈ એકટમાં સુધારો કરવા સરકાર વિચારશે.
એમએસએમઈની એક જ વ્યાખ્યા કરાશે. કરવેરા, ઈન્વેસ્ટમેન્ટ વિ. બાબતમાં એક જ વ્યાખ્યા રહેશે. તે માટે એમએસએમઈ એકટમાં સુધારો કરાશે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેબિનેટે એમએસએમઈ વર્ગીકરણ માટે પ્લાન – મશીનરીમાં રોકાણથી બદલીને વાર્ષિક ટર્નઓવરનો માપદંડ કરવા કાનૂનમાં સુધારાને મંજૂરી આપી હતી.એમએસએમઈની વ્યાખ્યામાં સૂચિત ફેરફાર ટૂંક સમયમાં અમલી બનાવાશે, એમ ગડકરીએ કહ્યું હતું. એકાદ બેઠક મળ્યા બાદ આ બાબતને અંતિમરૂપ અપાશે. દેશના જીડીપીમાં એમએસએમઈ ૨૯ ટકાનો હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. હવે આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ વધુ રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. ખાસ કરીને ટ્રાઈબલ, ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે રોજગારી વધારાશે.
સોલાર વસ્ત્ર સ્કીમ હેઠળ ૧ધ કલસ્ટરને મંજૂરી આપવાની પ્રક્રિયા સરકાર કરી રહી છે. દરેક કલસ્ટર ત્રણથી સાડા ત્રણ હજાર જોબ ઊભા કરવાની સંભાવના ધરાવે છે.ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય પણ સંભાળે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી- મુંબઈ વચ્ચે ૧૨ લેનનો એક્સપ્રેસ હાઈવે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. હાઈવે પર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ સ્થાપવાની યોજના પણ છે. જે હેન્ડલૂમ – હેન્ડિક્રાફટના માર્કેટિંગ અને ટૂરિઝમમાં મદદરૂપ થશે. ૪૦૦ રેલવે સ્ટેશનો પર કુલ્હડ (માટીના વાસણ)નો ઉપયોગ કરવા ફરજિયાત બનાવાયું છે. હવાઈ મથકે પણ તેનો અમલ કરવાની યોજના છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


