CIA ALERT

વરાછા બેંક સિલ્વર જ્યુબિલી વર્ષે સ્ટાફને 1 કરોડનું અને સભાસદો-થાપણદારોને અકસ્માત વીમા કવચ

Share On :

સૂરતની વરાછા બેંક બની પ્લાસ્ટિક ફ્રી બેંક, 1 લાખથી વધુ થાપણદારોને વડાપ્રધાન વીમા યોજનાનો લાભ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઝડપી બેંકિંગ સેવા માટે ગુજરાત જ નહીં દેશભરમાં જાણિતી બની રહેલી સૂરતની પોતિકી વરાછા કો.ઓ. બેંકને હાલ 24 માં વર્ષે નક્કર કામગીરી કર્યા બાદ સિલ્વર જ્યુબિલી વર્ષ નિમિતે યોજવામાં આવેલા સ્નેહ સૌરભ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાએ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં સૌથી અગત્યની જાહેરાતો એ હતી કે સમગ્ર વરાછા બેંકને પ્લાસ્ટિક ફ્રી બેંક ઘોષિત કરી દેવામાં આવી છે. બેંકમાં ક્યાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં ઉપયોગમાં લેવાય એટલું જ નહીં કોઇ ખાતેદાર પ્લાસ્ટિકની બેગ લઇને ડોક્યુમેન્ટ કે રૂપિયા લેવા આવ્યા હશે તો તેમની પાસેથી પ્લાસ્ટિક બેગ લઇને તેમને કાપડની બેંગ આપવામાં આવશે.

બેંકના ચેરમેન કાનજીભાઇએ કહ્યું કે બેંકની આખી સિસ્ટમને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું કામ સહેલું નહતું. પરંતુ, દેશહિતમાં અમે આ કામને શક્ય એટલી બનતી ત્વરાએ પાર પાડ્યું છએ. કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના હસ્તે વરાછા બેંક દ્વારા પ્લાસ્ટિક ફ્રી બેંકિંગ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું.

તા.21મી ઓક્ટોબર 2019ની તારીખ વરાછા બેંક માટે હંમેશા યાદગાર બની રહેશે કેમકે આ દિવસથી બેંકમાં પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વરાછા બેંક હવે સંપૂર્ણપણે પ્લાસ્ટિક લેસ બેંકિંગ કરી રહી છે. વરાછા બેંકના કર્મચારીઓને પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

વરાછા બેંક સ્ટાફ માટે ખાસ યોજનાઓ

સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવી રહેલી વરાછા બેંક દ્વારા પોતાના સ્ટાફ અને તેમના પરિવારજનોની કાળજી લેતા સ્ટાફને રૂ.1 કરોડ સુધીની રકમનું વીમા કવચ મળે તેવી વ્યવસ્થા વિકસાવવાનું શરૂ કર્યું છે. સેવકથી લઇને ક્લાર્ક મિત્રોને રૂ.25 લાખનું વીમા કવચ, ઓફિસર કેટેગરી માટે રૂ.50 લાખ, આસિસ્ટન્ટ જનરલ મેનેજરથી જનરલ મેનેજર કક્ષાના અધિકારીઓને રૂ.1 કરોડ સુધીનું વીમા કવચ આપવામાં આવશે. આ માટે એસબીઆઇ ઇન્સ્યુરન્સ કંપનીને દર વર્ષે પ્રીમીયમની રકમ વરાછા બેંક દ્વારા જમા કરાવવામાં આવશે.

ખાતેદારો અને થાપણદારોને પણ વીમા કવચ

વરાછા બેંક દ્વારા ખાતેદારો અને થાપણદારોને પણ ખાસ વીમા કવચ આપવામાં આવે છે. થાપણદાર માટે રૂ.2 લાખ, સભાસદ માટે રૂ.2 લાખ, કરન્ટ એકાઉન્ટ હોલ્ડર માટે રૂ.2 લાખ, સેવિંગ એકાઉન્ટ હોલ્ડરને રૂ.1 લાખ, ફિક્સ્ડ ડિપોઝીટ હોલ્ડરને રૂ.50 હજારની રકમ સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે.

સ્નેહ સૌરભ કાર્યક્રમમાં જ બેંકના ખાતેદાર સ્વ. ગોરધનભાઇ વેલજીભાઇ ભુવાના વારસદાર ગં.સ્વ. સંગીતાબેન ભુવાને રૂ.7 લાખનો વીમા ચેક બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને પણ કામગીરીની નોંધ લીધી

વરાછા કો.ઓ. બેંકની એક સિદ્ધિ એ પણ છે કે બેંકના 1 લાખથી વધુ ખાતેદારોને વડાપ્રધાન વીમા યોજનામાં સામેલ કર્યા છે. ખુદ વડાપ્રધાન શ્રી મોદીએ આ કાર્ય બાબતે બેંકને શુભેચ્છા પત્ર પાઠવ્યો છે.

સ્નેહ સૌરભ કાર્યક્રમમાં ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, બેંકના એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી લવજીભાઇ નાકરાણી, ડીરેક્ટરશ્રીઓ, લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના શ્રી હરીભાઇ કથિરીયા, ધારુકાવાળા કોલેજના આચાર્ય શ્રી વરસાણી, શ્રી નરેશભાઇ વરીયા, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલભાઇ ધાનાણી, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી સુરેશભાઇ કાકડીયા સમેત અનેક મહાનુભઆવોએ સ્નેહ સૌરભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભાવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :