ICC વર્લ્ડ કપની પ્રારંભિક મેચમાં યજમાન ઇંગ્લેંડે આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું
વર્લ્ડ કપ-2019ના પ્રારંભિક મેચમાં યજમાન દેશ ઇંગ્લેન્ડે દ. આફ્રિકા સામેના મેચમાં નિર્ધારિત પ0 ઓવરમાં 8 વિકેટે 311 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં આફ્રિકાની આખી ટીમ 209ના જુમલે તંબુ ભેગી થઇ ગઇ હતી.
એ પૂર્વે ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 89 રન ઓલરાઉન્ડર બેન સ્ટોકસે કર્યાં હતા. આ ઉપરાંત બીજા ત્રણ ઇંગ્લીશ બેટધર ઓપનર જેસન રોય (પ4), જો રૂટ (પ1) અને કેપ્ટન ઇયાન મોર્ગન (પ7)ના નામે અર્ધસદી રહી હતી. આફ્રિકાના સુકાની ફાક ડૂ પ્લેસિસનો ટોસ જીતીને ઇંગ્લેન્ડને દાવ આપવાનો નિર્ણય અમુક અંશે નિષ્ફળ રહયો હોવાનું કહી શકાય. કારણ કે ઓવલની પિચ પર તેના ફાસ્ટ બોલરો સ્વિંગ મેળવી શકયા ન હતા. આથી આફ્રિકાને વિજય માટે કઠિન 312 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું.
આજે પહેલીવાર વર્લ્ડ કપની ઓપનિંગ બોલર કોઇ સ્પિનરે ફેકી હતી. આફ્રિકાના 40 વર્ષીય સ્પિનર ઇમરાન તાહિરે પહેલી ઓવરના બીજા જ દડે ઇંગ્લેન્ડના ઓપનર બેયરસ્ટોને વિકેટ પાછળ કેચઆઉટ કરાવ્યો હતો. 1 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ જેસન રોય અને જો રૂટ વચ્ચે બીજી વિકેટમાં 106 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. રોય પ3 દડામાં 8 ચોકકાથી પ4 રન કરીને અને રૂટ પ9 દડામાં પ ચોકકાથી પ1 રન કરીને આઉટ થયા હતા.
સુકાની ઇયાન મોર્ગન અને ઓલરાઉન્ડર બેન સ્ટોકસે આફ્રિકા બોલરો પર દબાણ બનાવીને ચોથી વિકેટમાં 106 રનની આક્રમક ભાગીદારી નોંધાવી હતી. સુકાની મોર્ગન 60 દડામાં 4 ચોકકા અને 3 છકકાથી પ7 રને તાહિરનો શિકાર બન્યો હતો. ડીપ મીડલઓર્ડરના બેટસમેનોની આવન-જાવન વચ્ચે બેન સ્ટોકસ 49મી ઓવરમાં 79 દડામાં 9 ચોકકાથી 89 રને આઉટ થયો હતો. આમ છતાં ઇંગ્લેન્ડ 8 વિકેટે 311 રને પહોંચવામાં સફળ રહયું હતું. આફ્રિકા તરફથી એન્ગીડીએ 3 અને તાહિર-રબાડાએ 2-2 વિકેટ લીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
