CIA ALERT

31/3/21 Gujarat : નવા 2220 Corona કેસ, વધુ 10 દર્દીના મોત

Share On :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2220 કેસો નોંધાયા છે અને 1988 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે. જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો આજે કુલ 1,93,968 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 94.51 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 288565 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 12263 છે જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12116 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 10 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોત પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે.

જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 નવા દર્દીઓ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 38, જામનગરમાં 27, ગાંધીનગરમાં 26, મહેસાણામાં 26, નર્મદામાં 37 કેસો નોંધાયા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહીસાગરમાં 25, ખેડામાં 24, આણંદમાં 18, સાબરકાંઠામાં 16, દાહોદમાં 22, પાટણમાં 23, બનાસકાંઠામાં 3 કેસો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 21, અમરેલીમાં 20, જામનગરમાં 19, કચ્છમાં 17, સુરેન્દ્રનગરમાં 14, વલસાડમાં 13, દેવભૂમિ દ્વારકામાં 5, ગીર સોમનાથમાં 3 અને નવસારી-પોરબંદરમાં 2-2 કેસો નોંધાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :