અમદાવાદમાં રથયાત્રા પૂર્વેની જલયાત્રા માટે તડામાર તૈયારીઓ
અમદાવાદનાં નગરદેવતા જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતેથી નીકળનારી જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ૧૦૮ કળશ કે જેમાં જળ ભરીને લાવવામાં આવે છે. રથયાત્રા માટેના ઉપરણાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તા.૨૮મી જૂને ‘જળયાત્રા મહોત્સવ’ ઉજવાશે. ‘જળયાત્રા મહોત્સવ’ જેઠ સુદ પૂર્ણિમા, તા.૨૮મી જૂને ઉજવાશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરેથી મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા સવારે ૮ વાગ્યે થશે. સવારે ૮.૩૦ વાગ્યે નદીએથી ૧૦૮ કળશમાં જળભરીને મંદિરમાં લાવવામાં આવશે-ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા સવારે ૧૧ વાગ્યે ગજવેશ શણગારના દર્શન થશે.

આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વચન થશે. મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો, સાંસદ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, મંદિરમાં જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રથયાત્રા માટે ઉપરણા બનાવવાનું કાર્ય મંદિરના સ્વયંસેવકો દ્વારા ચાલી રહ્યું છે.
જ્યારે ઉપરણાના પ્રસાદ અંગે તેમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ દરમિયાન આ ઉપરણા આંખે બાંધવામાં આવતા હોય છે. જેનાથી તેઓ સ્વસ્થ બને છે. માટે મંદિર દ્વારા ભગવાનની નિજ પ્રસાદીરૂપ આ ઉપરણા અષાઢી બીજે- ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યા માટે નીકળે છે ત્યારે માર્ગમાં વહેંચવામાં આવે છે. આ ઉપરણા મંદિરમાં જ, સ્વયંસેવકો દ્વારા જ તૈયાર થયેલા હોય છે. જેની તૈયારી રથયાત્રાનાં ૨૦-૨૫ દિવસ પૂર્વે મંદિર દ્વારા શરૂ થઇ જાય છે. સાથોસાથ આ દોઢ લાખ કરતાં વધુ ઉપરણા વહેંચવામાં આવે છે. સાથે જ રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર નીકળે છે ત્યારે ભગવાનનો પ્રસાદ ઉપરણા મેળવવા ભક્તોની પડાપડી થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


