CIA ALERT
20. April 2024
January 23, 20203min6490

Related Articles



બીજા નંબરનો સૌથી મોટા ડાયમંડ ‘સૅવેલો’નું વજન ૧,૭૫૮ કૅરેટ્સ

Share On :
Print Friendly, PDF & Email

લૂઈ વિટોંએ વર્ષ ૧૯૦૫ બાદ શોધાયેલો સૌથી મોટો ડાયમંડ ‘સૅવેલો’ ખરીદી લીધો છે. હીરાના ઈતિહાસમાં સૌથી મોટા કદના બીજા નંબરના હીરાને હવે લૂઈ વિટોંના રૂપમાં નવો માલિક મળ્યો છે. લૂઈ વિટોંના હાથમાં આવેલા સૅવેલો નામના હીરાનું વજન ૧૭૫૮ કૅરેટ્સનું છે. આ ડાયમંડ વર્ષ ૧૯૦૫ પછી શોધાયેલો બીજો મોટા કદનો હીરો છે. એપ્રિલ મહિનામાં ખાસ્સી ધામધૂમ સાથે એકદમ જાણે પ્રગટ થયેલા સૅવેલોનું નામકરણ જુલાઈ મહિનામાં થયું અને પછી એ હીરો પાછો લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો હતો. હવે પાછો નવા માલિક સાથે સૅવેલો લોકોની નજરમાં પ્રગટ્યો છે.

જોકે, એના માલિકના નામને તમે ઝડપથી નહીં જ કલ્પી શક્યા હોય! સૅવેલોનો નવો માલિક જાત જાતની મૂલ્યવાન અને મહત્ત્વની જણસો મેળવવા માટે જાણીતો જેફ બેઝોસ નથી કે નથી શોભા માટે કોઈ જણસ શોધનારું શાહી ખાનદાન. ડાયમંડ માર્કેટનું સર્જક ડી બીયર્સ જૂથ પણ નથી. વળી, ડાયમંડના ખાં ગણાતા ‘ગ્રાફ લેસેડી લા રોના’ નામના હીરાના માલિક ગ્રાફ પણ નવા વિશાળ કદના હીરા સૅવેલોના માલિક નથી, પણ લૂઈ વિટોં માલિક છે. આ લૂઈ વિટોં તેની ચામડાંની હૅન્ડબૅગો માટે ખ્યાતનામ બ્રાન્ડ છે. વળી, તે એક દશક કરતાં વધુ સમયથી જ્વેલરી બજારમાં પણ ખાસ્સા આદરથી લેવાતું નામ છે! લૂઈ વિટોંની વિશાળ કદની પિતૃકંપની એલવીએમએચ દ્વારા લક્ઝરી જ્વેલરીની ગિફ્ટ આઈટમો બનાવતી અને વેચતી ટિફની ઍન્ડ કો ૧૬.૨ અબજ યુરોમાં ગયા નવેમ્બર મહિનામાં ખરીદી લેવાઈ ત્યારે જ લૂઈ વિટોં હાઈ એન્ડ જ્વેલરી બજારમાં ધમાકો કરશે એવા સંકેતો ઝવેરાત બજારમાં પહોંચ્યા હતા. એ પછી આ સૅવેલો હીરો ખરીદીને કંપનીએ જાણે બમણો ધમાકો કર્યો છે.

એન્ટવર્પ ડાયમંડ એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક સ્ટે્રટેજી એડવાઈઝરી ફર્મના મૅનેજિંગ ડાયરેક્ટર માર્સેલ પ્રુવરે કહ્યું હતું કે, “જગતમાં ૧૦ કરતાં પણ ઓછી વ્યક્તિ છે જે જાણે છે કે આવા મૂલ્યવાન રત્નું શું કરવું અને તેને કેવી રીતે કટ કરવો કે એનું મૂલ્ય બમણું થઈ જાય અને એ લોકો જ એવા સ્ટોનની ખરીદી કરવા માટે ટેબલ પર નાણાં મૂકી શકે છે. આટલેથી માર્સેલ પ્રુવર અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે,”એવો સ્ટોન ખરીદવો અને પછી એને પાંચ કરોડ યુરોના સ્ટોન તરીકે વેચવા માટે તમારી પાસે ટૅક્નિકલ યોગ્યતા-લાયકાત હોવી જોઈએ અને એ ઉપરાંત મોટી રકમનો ચેક લખવાની અને એ મોટું જોખમ લેવાની હામ હોવી જોઈએ. આવા જોખમ લેનારાઓમાં આ એક કંપની છે, લૂઈ વિટોં એમ માર્સેલ પ્રવરનું કહેવું હતું.

જોકે, લૂઈ વિટોંના ચીફ એક્ઝિક્યૂટિવ માઈકલ બર્કે કંપનીએ આ ખરીદી માટે કેટલો ખર્ચ કર્યો છે એ અંગે કશું કહ્યું નથી, પણ એમણે એટલું કબૂલ કર્યું હતું કે, “આ ખર્ચ ‘મિલિયન્સ’માં છે.

કેનેડાના ખાણમાલિક લુકારા ડાયમંડ કૉર્પની માલિકીની બોટ્સવાના ખાતે કેરોવે ખાણમાંથી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બૅઝબૉલ કદનો જગતનો બીજા ક્રમનો વિશાળ કાચો-રફ હીરો મળ્યો હતો. સૌથી મોટા કદનો હીરો ૩,૧૦૬ કૅરેટનો કુલીનાન નામનો હીરો હતો. જે વર્ષ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. જે હવે બ્રિટિશ તાજમાં છે. વળી, સૅવેલો બોટ્સવાનામાં મળેલા હીરામાંનો સૌથી વિશાળ કદનો કાચો હીરો છે અને કેરોવે ખાણમાંથી મળેલો મોટા કદનો ત્રીજા નંબરનો હીરો છે. લુકારા કંપનીએ આ હીરાનું નામ પાડવાની રાખેલી સ્પર્ધામાં બોટ્સવાનાના ૨૨૦૦૦ લોકોએ ‘સૅવેલો’ નામની હિમાયત કરી હતી. સેટ્સવાના ભાષામાં ‘સૅવેલો’ એટલે ‘વિરલ શોધ’ એવો અર્થ છે. મોટા કદના કોઈપણ મૂલ્યવાન સ્ટોનમાંથી કેટલા કિંમતી અને ચમકદાર સ્ટોન-રત્નો મળે છે તેના પર તેની સફળતાનો આધાર છે અને એ ‘બહુ મોટું જોખમ’ છે, કારણ કે એની ચમકદમક અને મૂલ્યવાનપણા પર જ નફાનો આધાર છે. કટ થયા પછી અને શ્રેષ્ઠ પ્રકારે કટ્સ પડ્યા પછી તેના તેજમાં વધારો થાય તે રીતે તેનું ઉત્પાદન થાય તો જ ખરીદકર્તાનું જોખમ લેખે લાગે નહીં તો તમામ મહેનત અને ખર્ચ કરેલાં નાણાં પરત મેળવવા માટે અન્ય કિંમતી શોધ સુધી રાહ જોવી પડે!

અંધારામાં એક નાનકડી ‘વિન્ડો’ દ્વારા લેસર અને સ્કેનિંગ વગેરેથી ચકાસણી કરનારી ખાણ આવા સ્ટોનને ક્યારેક હાઈ-ક્વોલિટી વ્હાઈટ જૅમના ક્ષેત્રનો ‘નીઅર જૅમ’ ક્વોલિટીનો ગણાવે છે એટલે કે આ સ્ટોન રત્ન કહેવાવાની નજીક છે એમ કહેવાય! ડાયમંડમાં હજારો ગ્રેડેશન છે. જેમાં ‘ડી’થી માંડીને ‘ડી-ફ્લોલેસ’ (અતિ વિરલ જણસ) અને ઔદ્યોગિક સ્ટોન્સ સુધીના ગ્રેડ હોય છે. આ ઈન્ડસ્ટ્રિયલ પથ્થરો કટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં વપરાશમાં લેવામાં આવે છે. આ ખરીદી અંગે બર્ક કહે છે કે, આ હીરો ‘ડી’ છે છે કે ‘ડી-ફ્લોલેસ’ છે એની મને ખબર નથી, પણ એની ખરીદીમાં થોડી હિંમત અને અમારા નિષ્ણાતોમાં ભરોસો હોવો જરૂરી છે. જોકે, જાણકારો કહે છેકે, “સાચું કહીએ તો, એલવીએમએચને આ ખરીદી પરવડી શકે એમ છે. વર્ષ ૨૦૧૮ની એની આવક ૪૬.૮ અબજ યુરોની અથવા બાવન અબજ યુરોની હતી.

This is what the second largest diamond in the world looks like

Introducing the world’s second ever biggest rough diamond, which comes in at an impressive 1,758 carats.

To put things into perspective, it is roughly the size of a tennis ball. The diamond was revealed as part of a partnership between Louis Vuitton and Lucara Diamond Corporation and the HB Company of Antwerp, to transform the diamond specimen.

It was discovered in April 2019 (it has since been named Sewelô, meaning Rare Find in the Setswana language) at the Karowe mine, Botswana. Weighing 352 grams, the Sewelô is the second largest rough gem diamond in recorded history, eclipsed only by the Cullinan, at 3,106 carats, discovered in South Africa in 1905, and fashioned into historic diamonds that are now in the British Crown Jewels and royal collection.

Now the next step is to assess the quality of the diamond, and then comes the fun bit: making jewellery. At the moment, the rough crystal is covered in a very thin layer of black carbon, and Louis Vuitton is working with master diamond cutters, HB Company, from Antwerp, to study it by opening a window onto the stone to gain visibility, and plot various permutations of size, colour and shape.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :