CIA ALERT

સુરતમાં 30મીએ રાજકોટની અંકિતાકુમારી દીક્ષા અંગિકાર કરશે

સુરતમાં તા.30ના સવારે 7-30 કલાકે શ્રીમદ વિજય મુકિતપ્રભસુરિશ્વરજી મહારાજ તથા શ્રી શ્રેયાંસપ્રભસુરીજી મહારાજ આદીઠાણાની નિશ્રામાં રાજકોટની દીકરી મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહ સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ કાર્યક્રમ સુરતમાં ફોનીકસ ટાવર રત્નજયોતિ સર્કલ વીઆઇપી રોડ વેસુ ખાતે યોજાશે. જેમાં ભાવિક મહેતા જતીન બીદ કાર્યક્રમનું સંચાલન કરશે. તા.28 થી 30 યોજાનારા દીક્ષા મહોત્સવમાં જૈન જૈનેતરો ઉમટી પડશે. અંકિતાકુમારીની સાથે સુરતના મુમુક્ષુરત્ના દેવીકુમારી પ્રફુલ્લભાઇ શાહ પણ દીક્ષા અંગીકાર કરશે.
મુમુક્ષુ કુ.અંકિતાકુમારીના દીક્ષા ગ્રહણ નિમિતે રાજકોટમાં રૈયા રોડ જૈન સંઘના આંગણે તા.23 થી 25 એમ ત્રિદિવસીય જીનેન્દ્રભકિત મહોત્સવનું આયોજન કરાયું છે.
તા.23 થી 25 સુધી યોજાનારા મહોત્સવમાં શ્રેયરૂકરી નિશ્રા શ્રીમદ વિજય હર્ષશીલ સુરિશ્વરજી મહારાજ આદિઠાણા તથા શ્રી સ્વયંપ્રભશ્રીજી મ.આદિઠાણા પ્રદાન કરશે.
તા.23ના સવારે નવ વાગ્યે રૈયા રોડ દેરાસરની સાલગિરિ નિમિતે સતરભેદી પૂજા તથા ધ્વજા રોહણ સાંજે 7 વાગ્યે શિતલનાથ જીન પ્રસાદમાં પરમાત્માને ભવ્ય અંગ રચના દીપ રોશની, પુષ્પ શણગાર સહિતની મહાપૂજા થશે.
તા.24ના સવારે આઠ વાગ્યે વરસીદાન યાત્રા બપોરે 3-30 થી 5-30 બહેનોની સાંજી, રાત્રે 8 કલાકે સંયમ સંવેદના તથા વિદાય સમારંભ યોજાશે. તા.25મીએ સવારે 8 કલાકે પરમાત્મા ભકિત સ્વરૂપ શ્રી દશવિધ પતિધર્મ પૂજા ભણાવાશે તેમ દીલીપભાઇ વસાએ જણાવ્યું છે.
દીક્ષા નિમિત્તે યોજાશે સેવાકિય કાર્યો
રાજકોટની દીકરી મુમુક્ષુ કુ.અંકિતાકુમારી તા.30ના સંયમનો શણગાર ધારણ કરી સંસારના તમામ સુખોનો ત્યાગ કરશે. ત્યારે રૈયા રોડ જૈન સંઘ દ્વારા રાજકોટમાં વિવિધ સંસ્થાઓમાં આશરો લેતા લોકોને નિ:શુલ્ક સાડી, ટ્રેકશુટ, લેડીઝ ડ્રેસનું વિતરણ કરાશે. સાથોસાથ ભોજન પણ કરાવાશે. આ માટે મુંબઇના દાતાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
મુમુક્ષુનો પરિચય
મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહનો જન્મ મોટી પાનેલીમાં થયો છે. માતાનું નામ જયશ્રીબેન છે. તેઓએ માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કોલ છે. જ્ઞાન સાધનામાં પંચ પ્રતિક્રમણ સુત્ર સાર્થ, પ્રકરણ ભાસ્યા કર્મ ગ્રંથ, સંસ્કૃત બેબુક, પ્રાકૃત, વૈરાગ્ય, શતક, ઇન્દ્રિય પરાજય શતક, તર્ક સંગ્રહ, વિસીરણ સ્તોત્ર વગેરેનો અભ્યાસ કર્યો છે. 3 વાર સમ્મેત શિખરજીની યાત્રા, સિધ્ધગિરીના 99 યાત્રા તથા જીરાવાલા આદિ અનેક પ્રાચીન તીર્થોની સ્પર્શના કરેલ છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :