ઇન્ડીયા Archives - CIA Live

June 18, 2019
bihar_fever.jpg
1min30

બિહારના મુઝફરપુર જિલ્લામાં ‘એકયૂટ એનસિફિલિટીશ સિન્ડ્રોમ’થી પીડાતા છ વધુ બાળ દર્દીનું અવસાન થતા હજુ સુધી કુલ મૃત્યાંક વધીને ૧૦૩ થયો છે. એઈએસથી કેજરીવાલ હોસ્પિટલના ૧૮ બાળદર્દી અને શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ (એસકેએમસીએચ)ના ૮૫ બાળદર્દીઓનું હજુ સુધી મગજનો તાવ (એઈએસ)થી મોત થયું છે.

ડૉકટરોના કહેવા પ્રમાણે બાળદર્દીઓ એઈએસના કારણે માર્યા ગયા છે. જ્યારે સરકારી અધિકારીઓ દાવો કરે છે કે મોટા ભાગના દર્દીઓ હાઈપોગ્લાઈસેમિયાનો ભોગ બન્યા છે. વધુ પડતા તાપમાન અને હ્યુમિડિટીના કારણે બ્લડ સુગરમાં ઘટાડો થવાને હાઈપોગ્લાઈસેમિયા કહે છે.

સોમવારે એસકેએમસીએચમાં પાંચ અને કેજરીવાલ હોસ્પિટલમાં એક બાળદર્દીનું મગજના તાવથી મૃત્યુ થયું હતું. બંને હોસ્પિટલમાંના કુલ ૧૨ બાળદર્દીઓની હાલત ગંભીર છે.

દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બીજી એક હાઈલેવલ ટીમ મુઝફરપુર રવાના કરવાના સોમવારે નિર્દેશ આપ્યા હતા. આ ટીમ અદ્યતન મલ્ટિડિસિપ્લીનરી રિસર્ચ સેન્ટર ઊભું કરશે. રોગનું કારણ શોધવા રિસર્ચ સેન્ટર ઉપયોગી નીવડશે.

સૂચિત ટીમમાં આઈસીએમઆર, નિમ્હાન્સ (બેંગલૂરુ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મલેરિયા રિસર્ચ એન્ડ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન (હૈદ્રાબાદ), નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) પુણે, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોઈજ (એમઆઈઈ) ચેન્નાઈ અને એઈમ્સ (દિલ્હી)ના નિષ્ણાતોને સ્થાન આપવામાં આવ્યું છે.

June 17, 2019
dr.jpg
1min110

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.

June 17, 2019
indiawon.jpeg
1min80

ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.

એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.

રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.

June 17, 2019
sensex_down.jpg
1min70

સોમવારે BSE સેન્સેક્સમાં 491 પોઈન્ટ્સ અથવા 1.25 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેટલ, બેન્ક, ઓટો, એનર્જી, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.29 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., ONGC, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મારુતિનો સમાવેશ થાય છે. આજે વધેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

June 16, 2019
shivsena.jpg
1min140

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

UDDHAV

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

June 16, 2019
metro.jpeg
1min80

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 16, 2019
indiavspakistan.jpeg
1min120

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.

June 15, 2019
import-duties.jpg
1min110

અમેરિકાથી આયાત થતા બદામ, અખરોટ અને કઠોળ સહિતની 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવા માટેની મુદ્ત સતત પાછી ઠેલ્યા બાદ હવે આગામી 16 જૂનથી ટેરિફમાં વધારો અમલી કરવામાં આવશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે નાણાં મંત્રાલય ટૂંક સમયમાંજ નોટિફિકેશન જારી કરશે.

સરકારના ટેરિફ વધારાના પગલાંથી આ 29 ચીજોના અમેરિકાના નિકાસકારો પર વિપરીત અસર પડશે અને આ ચીજોની આયાત મારફતે ભારતને 21.7 કરોડ ડૉલરની વધુ મહેસૂલી આવક થશે. ભારતે અમેરિકાને પ્રતિકારાત્મક ટેરિફ વધારા અંગે જાણ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા જેટલાં ટેરિફના ઊંચા દર લાદવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિકારમાં ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. ગત સાલ મે મહિનામા નાણાં મંત્રાલયે અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવાની મુદ્ત 16 જૂન સુધી લંબાવી હતી, પરંતુ ત્યાર બાદ જૂન 2018 પછીથી ઘણી વખત આ મુદ્દત લંબાવવામાં આવી હતી.

અમેરિકાથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ટેરિફ વધારવાનું નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેમાં અખરોટ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 120 ટકા, વટાણા, ચણા અને મસૂર દાળ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 70 ટકા અને મસૂર પરની ટેરિફ વધારીને 40 ટકા કરવાનો સમાવેશ થતો હતો.

ગત નાણાકીય વર્ષ 2017-18માં ભારતની અમેરિકા ખાતે નિકાસ 47.9 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 26.7 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપારી તુલા ભારતની તરફેણમાં રહી હતી.

June 15, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min90

ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

June 15, 2019
doctors_wb.jpg
1min100

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.

હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.

ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.

કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.

પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.

જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.

રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.

દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.