CIA ALERT
26. April 2024

સૂરતના હિમાંશુ જોશીનો અનન્ય રેકોર્ડ : ૧૩૧ દિવસ, ૧૩૧ શહેરોમાં વીમા એજન્ટો ટ્રેનિંગ

Share On :
Print Friendly, PDF & Email

વ્યક્તિના જીવનમાં જીવન વીમો કેટલો જરૂરી ? હિમાંશુ જાષી 
ઇન્શ્યોરેન્સ વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમીનેશન કરાવ્યું : ૧૦ હજારથી વધુ એજન્ટોને તાલીમ આપવાનો અનુભવ

જીવન વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. વીમો એટલે જોખમ સામે રક્ષણ. આપણને ખબર નથી કે કાલે શું થશે? તેથી, આપણે વીમા પોલિસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકશાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરીએ છીએ. વીમો મહત્વપૂર્ણ છે, પરંતુ વ્યક્તિએ કેટલો વીમો લેવો જોઈએ? આ નકકી કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, વીમા એજન્ટને સંપૂર્ણ તાલીમ આપવી ફરજિયાત છે. આ ઉદ્દેશ્ય સાથે, ઇનોવેટીવ થોટ પ્રોસેસ સંસ્થાના સંચાલક અને ટ્રેનર હિમાંશુ જાષીએ ૧ ઓક્ટોબર, ૨૦૧૯ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી દેશભરમાં ‘સફળ ભારત પ્રવાસ’નું આયોજન કર્યું.

તેમણે સતત ૧૩૧ દિવસ, ૧૩૧ શહેરોમાં ૧૩૧ તાલીમ કાર્યક્રમો કરીને વીમા એજન્ટોને તાલીમ આપી. તેમણે જાતે ૨૨ હજાર કિમી વાહન ચલાવ્યું અને વીમા એજન્ટોને ઉત્સાહિત કરીને લોકોને યોગ્ય રકમનો જીવન વીમો લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

સુરતમાં માહિતી આપતા હિમાંશુ જાષીએ જણાવ્યું હતું કે, જીવન વીમા સલાહકારોને ગૌરવ, સન્માન અને માન અપાપવું તે મારા જીવનનો ઉદ્દેશ્ય છે. તેઓ દેશભરમાં તાલીમ અને પ્રેરણાદાયક કાર્યક્રમોનું આયોજન કરે છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે કાશ્મીરમાં પુલવામામાં આતંકવાદી ઘટનામાં જાણવા મળ્યું કે ૪૪માંથી ૨૨ શહીદોનો તો જીવન વીમો હતો જ નહીં. જેમનો વીમો લેવામાં આવ્યો હતો તેઓને તેમના પાર્થિવ દેહ ઘરે પહોંચે તે પહેલા જ વીમો ચુકવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે જીવન વીમા ચુકવણીની રકમ સાંભળી ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો. મોટાભાગના શહીદોનો વીમો માત્ર ૧-૨ લાખનો હતો. આટલી રકમની ચુકવણીથી પરિવારનું શું થશે? જ્યારે મેં વીમા એજન્ટોને પૂછ્યું કે તેમણે આટલો ઓછો જીવન વીમો કેમ આપ્યો? કોઈ વાર કોઈ વિધવા પૂછે કે આખી જિંદગી આટલી ઓછી રકમ લઈને કેવી રીતે ચલાવાશે, તો તમે શું જવાબ આપશો? તેમણે કહ્યું કે અમે તો વધુ રકમના વીમાની વાત કરીએ છીએ પરંતુ લોકો સાંભળતા નથી. આ સવાલે મને કંઈક કરવા પ્રેરણા આપી. તે જ સમયે નક્કી કર્યું કે, હું અભિયાન શરૂ કરીને જીવન વીમા એજન્ટને એવી રીતે તાલીમ આપીશ કે લોકો ફક્ત તેમને સાંભળે જ નહીં પરંતુ તેમની વાતનું પાલન પણ કરે. 

તેમણે કહ્યું કે કોઈ પણ અભિયાન એમ જ સફળ નથી થતા. જ્યારે ગૌતમ બુદ્ધને સત્યની અનુભૂતિ થઈ, ત્યારે તે એક જગ્યાએ જ બેઠા નહીં, તેમણે વિહાર કરીને પોતાની વાત સમજાવવા માટે પ્રયાસ કર્યાં. ભગવાન મહાવીર, ગુરૂ નાનક, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજીએ પણ ­વાસ કરી લોકોને પોતાની વાત સમજાવી. રામ રથ યાત્રાનું આયોજન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સુધી પહોંચીને પોતાનો જુદો પ્રભાવ સ્થાપિત કર્યોં. આટલા સફળ અભિયાનોએ મને તે જ કરવા પેરણા આપી.

તે જ સમયે, ‘સફળ ભારત પ્રવાસ’નો વિચાર આવ્યો અને મેં તેને અમલમાં મૂક્યો. યોજના બનાવીને ૧ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ તેની જાહેરાત કરી. મૂળરૂપે આ યોજના ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર એને ૧૦૦ ટ્રેનિંગ પ્રોગ્રામની હતી. પરંતુ એ સારી રીતે જાણીતું છે કે જો તમે મોટું વિચારો છો તો લોકો તમારી સાથે જોડાવાનું પસંદ કરે છે અને એવું જ થયું. ઘણા લોકોના ફોન આવ્યાં, તેમણે કહ્યું કે, તમે અમારા શહેરમાં પણ આવો. અને આ રીતે ૧૩૧ દિવસ, ૧૩૧ શહેર અને ૧૩૧ તાલીમ પ્રોગ્રામ યોજાઈ ગયા. તેમના જીવનમાં ૧૦,૦૦૦ થી વધુ જીવન વીમા સલાહકારો સુધી પહોંચીને તાલીમ આપવાનો અનુભવ અભૂતપૂર્વ હતો.

હિમાંશુ જાષીએ જણાવ્યું હતું કે તેમના પરિવારના સંપૂર્ણ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો છે. તેઓ એ તમામ લોકોના આભારી છે કે જેઓ આ ઉમદા કાર્યમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહભાગી રહ્યા. તેમણે આ તાલીમ કાર્યક્રમ માટે ઇન્શ્યોરેન્સ વર્લ્ડ રેકોર્ડ, સિંગાપુરમાં નોમિનેશન પણ દાખલ કર્યુ છે. કાર્યક્રમ સિંગાપુર સ્થિત સાઉથ એશિયન ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ લીગ અને મેરાટ્રેનર ડોટ કોમના સહયોગથી પૂર્ણ થયો. તેમણે કહ્યું કે, આવનાર ત્રણ વર્ષોંમાં દેશના ખૂણેખૂણે પ્રવાસ કરીને વધુમાં વધુ લોકોને જીવન વીમા તેમજ વીમા ક્ષેત્રમાં કારર્કિદી નિર્માણ માટે તેઓ જાગૃતિ અભિયાન ચલાવશે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :