CIA ALERT

1400 દીકરીઓની વેલેન્ટાઇન વીકમાં પ્રતિજ્ઞા : માબાપ સામે બળવો કરીને લવમેરેજ નહીં કરું

Share On :
  • સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી
  • દિકરીઓને પ્રેરણાત્મક નહીં પરંતુ, પ્રતિજ્ઞાત્મક મુગ્ધા સેમિનાર આપવો પડે એ દર્શાવે છે કે વર્તમાન સમાજ વ્યવસ્થા એલાર્મિંગ સ્થિતિમાં છે
  • લવ મેરેજ ફેઇલ થઇ રહ્યા છે તો એરેન્જ મેરેજના પણ કરુણ અંજામો સામે આવી રહ્યા છે

એક તરફ ભારત સમેત વિશ્વભરમાં પ્રેમના પ્રતિક ગણાતા વેલેન્ટાઇન્સ ડે ફિવર જામી રહ્યો છે અને વેલેન્ટાઇન્સ વીક અન્વયે ચોકલેટ ડે જે દિવસે હતો એ દિવસે સૌરાષ્ટ્રના ભેંસાણ ગામે દિકરીઓને લવ મેરેજ વિરુદ્ધ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં લવ મેરેજ હોય કે એરેંજ મેરેજ બન્નેના આવી રહેલા કરુણ અંજામને પગલે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને અન્ય કોઇ પ્રેરણાત્મક નહીં બલ્કે અંગત જીવનને સ્પર્શતા શપથ લેવડાવવા પડી રહ્યા છે. જોકે, આ પ્રતિજ્ઞા ફક્ત કાર્યક્રમ પૂરતી રહેશે કે જીવનભર સનાતન રહેશે એ તો સમય જ બતાવશે.

‘હું મારા લગ્ન પહેલાં કોઇ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા-પિતાએ કરી આપેલા લગ્નના છૂટાછેડા નહીં કરૂ’ આ પ્રતિજ્ઞા શનિવાર, તા.9 ફેબ્રુઆરી 2019ના રોજ સૌરાષ્ટ્રના ભેસાણ ગ્રા.પં. દ્વારા આયોજિત સેમિનારમાં 1400 દીકરીઓએ લીધી હતી.

આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવવી પડે એ બાબત જ સૂચક છે કે તરુણાવસ્થાની ગંભીર ભૂલો યુવતિઓનું જીવન તો બરબાદ કરી નાંખે છે પરંતુ, અનેક પારિવારીક સમસ્યાઓ ખડી કરી દે છે.

ભેસાણ ગ્રામપંચાયતનાં સરપંચ અને ભાજપ અગ્રણી ભૂપતભાઇ ભાયાણી તેમજ ગ્રામપંચાયતના સદસ્યોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજ ખાતે એક વિશિષ્ટ પ્રકારનો મુગ્ધા સેમિનાર યોજાયો હતો. જેમાં તાલુકાભરની 1400થી વધુ દીકરીઓએ લાભ લીધો હતો.

વક્તા અશ્વિનભાઇ સુદાણીએ દીકરીઓને એક દીકરી તરીકે કઇ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક દીકરીએ જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓનું સમાધાન મળતું  જ હોય છે, માતા-પિતા પ્રત્યે દરેક દીકરીઓએ આદરભાવ રાખીને પારિવારીક જીવનના સુખ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. વિજાતીય આકર્ષણથી બચવા બાબત પર છણાવટ રજૂ કરી હતી, તેમજ જીવનના મૂલ્યો અને ભવિષ્યના આયોજનો, સંસ્કાર, સંસ્કૃતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

આ તકે દીકરીઓએ જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું મારા લગ્ન પહેલાં કોઇપણના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધો નહીં બાંધુ, મારા માતા-પિતા જ્યાં કહેશે ત્યાં જ લગ્ન કરીશ, ક્યારેય ભાગીને કે પ્રેમલગ્ન નહી કરું.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :