CIA ALERT

8 માંથી કયા દેશની ટીમ જીતશે છઠ્ઠો વિમેન્સ વર્લ્ડ T૨૦ ક્રિકેટ કપ?

Share On :

ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને એના ઘરઆંગણે પછાડવા થનગની રહી છે ભારત સહિત બીજી ૮ ટીમ: આજે ગ્રુપ-Aની પાંચ ટીમ પર કરીએ એક નજર

પુરુષોના ક્રિકેટની જેમ વિમેન્સ ક્રિકેટમાં પણ T૨૦ની લોકપ્રિયતા જબરદસ્ત વધી રહી છે. ગઈ કાલથી કૅરિબિયન ટાપુમાં શરૂ થયેલા છઠ્ઠા ત્ઘ્ઘ્ વિમેન્સ વર્લ્ડ T૨૦ કપમાં ૨૩ મૅચો રમાશે. આ વખતની ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે મૅચો ડબલ હેડર નહીં રમાય. એનો અર્થ એમ કે પહેલાંની જેમ આ વખતે પુરુષોની મૅચ નહીં રમાય. આ પહેલાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પુરુષોની મૅચ શરૂ થાય એ પહેલાં એ જ ગ્રાઉન્ડ પર વિમેન્સ મૅચ રમાતી હતી જેથી લોકોમાં વિમેન્સ ક્રિકેટની લોકપ્રિયતા વધે. ૧૦ રાષ્ટ્રને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યાં છે. ગ્રુપ-ખ્માં સાઉથ આફ્રિકા, બંગલા દેશ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ છે અને ગ્રુપ-ગ્માં ભારત, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, આયરલૅન્ડ છે. બન્ને ગ્રુપમાંથી ટૉપ બે ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. ૨૪ નવેમ્બરે ફાઇનલ મૅચ એન્ટિગાના સર વિવિયન રિચડ્ર્સ સ્ટેડિયમમાં રમાશે. દરેક ટીમ પર એક નજર:

T૨૦ રેકૉર્ડ

વેસ્ટ ઇન્ડીઝ

યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમ સ્ટેફની ટેલરની કૅપ્ટન્સી હેઠળ માર્ચ-૨૦૧૬માં ભારતના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સના મેદાનમાં શક્તિશાળી ઑસ્ટ્રેલિયાને પછાડીને વિમેન્સ T૨૦ની સુપરપાવર ટીમ બની હતી. આ વર્ષે એ આઠમાંથી ફક્ત બે મૅચ જીતી શકી છે. શમીલિયા કૉનેલના રૂપમાં એની પાસે જબરદસ્ત પેસ બોલર છે જે કોઈ પણ ટીમની બૅટિંગ લાઇન-અપને ધરાશાયી કરી શકે છે. અનિસા મોહમ્મદે હાલમાં આ ફૉર્મેટમાં હૅટ-ટ્રિક લેવાની અસાધારણ સિદ્ધિ મેળવી છે. બૅટિંગમાં કૅપ્ટન ટેલર, હેલી મૅથ્યુઝ, નતાશા મૅકïલિન અને ડિયાન્ડ્રા ડૉટિન પર આધાર છે.

મૅચ : ૧૦૭, જીત : ૬૧, હાર : ૪૦,

ટાઇ-અનિર્ણીત : ૪-૨

સાઉથ આફ્રિકા

આ ટીમની છાપ એક દિવસે એકદમ શાનદાર પર્ફોર્મન્સ અને બીજે દિવસે સાવ કંગાળ પર્ફોર્મન્સ કરનાર ટીમ જેવી છે. હાઇએસ્ટ ટોટલ સ્કોર કરવા દેનાર સાઉથ આફ્રિકાની ટીમ આ વર્ષે ૭ મૅચ જીતી છે અને ૮ મૅચ હારી છે. ઑલરાઉન્ડર ડેન વૅન નીર્કેકની કૅપ્ટન્સીમાં ભાગ લેનાર આ ટીમે હાલમાં યજમાન વિન્ડીઝ સામે સિરીઝ ૨-૨થી ડ્રૉ કરીને ઘણો કૉન્ફિડન્સ મેળવી લીધો છે. ઓપનર લિઝેલ લી અને લૉરા વોલ્વાર્ટ ટીમને જોરદાર શરૂઆત અપાવે છે. બોલિંગમાં અનુભવી પેસર શબનીમ ઇસ્માઇલની વાપસીથી અટૅક ઘણો મજબૂત થયો છે.

મૅચ : ૮૭, જીત : ૩૬, હાર : ૪૩,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

બંગલા દેશ

ભારતને હરાવીને વિમેન્સ T૨૦ એશિયા કપ જીતનાર આ એશિયન ટાઇગર ટીમ હવે આ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પહોંચવાના સપના સાથે ઊતરશે. આ વર્ષે ૨૦માંથી ૧૨ મૅચ જીતનાર બંગલા દેશ આ પહેલાંની બન્ને ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી. ૧૦.૭૩ની આર્યજનક ઇકૉનૉમી રેટથી ૨૬ વિકેટ લેનાર લેગ-સ્પિનર રૂમાના અહમદ અને ચશ્માધારી કૅપ્ટન અને ઑફ-સ્પિનર સલમા ખાતૂન આ વર્ષે જબરદસ્ત ફૉર્મમાં છે. બૅટિંગમાં શમીમા સુલ્તાના અને ફરગાના હક સ્કોરિંગ રેટ વધારશે.

મૅચ : ૫૪, જીત : ૧૭, હાર : ૩૭,

ટાઇ-અનિર્ણીત : ૦-૦

શ્રીલંકા

અત્યાર સુધીમાં રમાયેલી પાંચેય વિમેન્સ T૨૦ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર શ્રીલંકા ક્યારેય બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી શક્યું નથી. આ વર્ષે એણે ૧૩માંથી ફક્ત ૩ મૅચ જીતી છે. ચમારી અટાપટ્ટéની કૅપ્ટન્સીમાં એ હાલમાં ઘરઆંગણે ભારત સામે પાંચ મૅચની સિરીઝમાં ૦-૪થી હાર્યું હતું, પણ એણે દરેક મૅચમાં વળતી લડત આપીને મૅચ રોમાંચક બનાવી હતી. સૌથી અનુભવી શશિકલા સિરિવર્દનેનો લગભગ આ છેલ્લો વર્લ્ડ કપ હશે જેણે પોતાની ઑફ-સ્પિન બોલિંગથી આ વર્ષે ૧૩ મૅચમાં ૧૫.૮૫ની ઍવરેજથી ૧૪ વિકેટ લીધી છે.

મૅચ : ૮૪, જીત : ૨૨, હાર : ૫૮,

ટાઇ-અનિર્ણીત : ૨-૦

ઇંગ્લૅન્ડ

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ T૨૦માં સૌથી વધુ સક્રિય છે. એણે વિમેન્સ વર્લ્ડ T૨૦નું સૌથી પહેલું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૨ અને ૨૦૧૪માં એ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હાર્યું હતું. ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશ લીગની જેમ એણે પણ વિમેન્સ સુપર લીગ T૨૦ની શરૂઆત કરી છે જેમાં ભારતની સ્મૃતિ મંધાનાએ હાઇએસ્ટ રન બનાવ્યા હતા. ટોક્યોમાં જન્મેલી આ દેશની કૅપ્ટન નતાલી સિવરની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકા સામે T૨૦નો હાઇએસ્ટ ૨૫૦-૩ સ્કોર બનાવ્યો હતો. બિગ બૅશ લીગમાં સૌથી પહેલી સિક્સર તેણે ફટકારી હતી. આ ટીમ પાસે આક્રમક ઓપનર ડૅનિયલ વાઇટ અને ટૅમી બોમન્ટ છે જ્યારે મિડલ-ઑર્ડર કૅપ્ટન હેધર નાઇટ અને કૅથરિન બ્રન્ટ સંભાળશે. ડૅનિયલ હેઝલ અને આન્યા શ્રબસોલની બોલિંગ સામે હરીફ ટીમ માટે રન-રેટ વધારવો કઠિન બનશે.

મૅચ : ૧૧૫, જીત : ૮૧, હાર : ૩૧,

ટાઇ-અનિર્ણીત: ૨-૧

ભારત સામેના પરાજયથી અમે ઘણું શીખ્યા : મેગન શટ

ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો ભારત સામે પરાજય થતાં ઑસ્ટ્રેલિયન ટીમની પોતાના દેશના લોકો દ્વારા ઘણી ટીકા થઈ હતી. હરમનપ્રીત કૌરે એ મૅચમાં નૉટઆઉટ ૧૭૧ રન બનાવીને ઑસ્ટ્રેલિયન ટીમનું મનોબળ તોડી નાખ્યું હતું. ૨૫ વર્ષની ઑસ્ટ્રેલિયન પેસ બૉલર મેગન શટે કહ્યું હતું કે ‘ભારત સામેના પરાજયે અમને વિમેન્સ ક્રિકેટના પાયા મજબૂત કરવા પર મજબૂર કર્યાં. હું ૬ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયન ટીમમાં આવી હતી ત્યારે અમે અમારી વાત સરળતાથી કહી શકતા નહોતા, પણ આજે સોશ્યલ મીડિયાને કારણે ઘણો ફાયદો થઈ રહ્યો હતો જેનું શ્રેય અમારા કોચ મૅથ્યુ મોટને જાય છે. આજે અમારી ટીમ એકદમ અલગ છે અને અમારી પાસે જીતવા માટે એકદમ અલગ ફૉમ્યુર્લા છે. આજે ડ્રેસિંગ રૂમનો માહોલ એકદમ હળવો છે, ખેલાડીઓના કોચ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે સારી સમજણ છે. અમે કોઈ એવા ફરજિયાત નિયમ બનાવ્યા નથી. અમને અમારું લક્ષ્ય ખબર છે અને અમે બધાં ભેગાં મળીને એને અચીવ કરવા મહેનત કરી રહ્યાં છીએ. દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાના ગર્વથી અમારો કૉન્ફિડન્સ વધે છે. આશા છે કે આ વખતે અમે વર્લ્ડ કપની ટ્રોફી જીતીશું.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :