World Cup Warm up : ભારત હાર્યું, પણ જાડેજા જીત્યો
ભારતે વર્લ્ડ કપ પહેલાંની પ્રથમ પ્રૅક્ટિસ-મૅચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજયની નામોશી સહન કરવી પડી હતી. ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીયો ઓછી વન-ડે રમતા હોવાથી આ વૉર્મ-અપ મૅચ મહત્ત્વની હતી જેમાં ભારતનો ૬ વિકેટે પરાભવ થયો હતો. ભારતે ૩૯.૨ ઓવરમાં માત્ર ૧૭૯ રન બનાવ્યા પછી કિવીઓએ ૩૭.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૮૦ રન બનાવી લીધા હતા. તેઓ જીત્યા ત્યારે ૭૭ બૉલ બાકી રહ્યા હતા.
રવીન્દ્ર જાડેજા (૫૪ રન અને એક વિકેટ)નો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ ભારતીય ટીમનો એકમાત્ર ઊડીને આંખે વળગે એવો પર્ફોર્મન્સ હતો.
ભારતીયોની બૅટિંગ અને બોલિંગ કંગાળ સાબિત થઈ હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ સારો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બતાવ્યો હતો. તેણે ૫૦ બૉલમાં બે સિક્સર, છ ફોરની મદદથી ૫૪ રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને સાવ ૧૦૦ રનની આસપાસ આઉટ થતી રોકી હતી. હાર્દિક પંડ્યાએ ૩૦ રન તથા કુલદીપ યાદવે ૧૯ રન બનાવ્યા હતા. ભારતના ૧૭૯ રનમાં કૅપ્ટન વિરાટ કોહલીના ફક્ત ૧૮ રન, વાઇસ-કૅપ્ટન રોહિત શર્માના બે રન, શિખર ધવનના પણ બે રન, ચોથા નંબર પર રમેલા લોકેશ રાહુલના ૧૮ રન, દિનેશ કાર્તિકના ૪ રન અને ધોનીના ૧૭ રનનો સમાવેશ હતો. તાજેતરની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમનાર ટ્રેન્ટ બૉલ્ટે ૩૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. જેમ્સ નીશૅમે ત્રણ વિકેટ લીધી હતી.
કિવીઓએ ૪ વિકેટે બનાવેલા ૧૮૦ રનમાં રૉસ ટેલરના ૭૧ રન, કૅપ્ટન વિલિયમસનના ૬૭ રનનો સમાવેશ હતો. ભારત વતી ફક્ત બુમરાહ, હાર્દિક, ચહલ અને જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
ભારતની બીજી અને આખરી પ્રૅક્ટિસ-મૅચ મંગળવારે બંગલાદેશ સામે રમાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
