આજે 30/10/21 : T/20 World Cup : England Vs Ausi
આઇસીસી ટી-20 વિશ્વ કપના ગ્રુપ વનના શનિવારના મેચમાં બે પરંપરાગત હરીફ ટીમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ મુકાબલો રોચક અને રસાકસીભર્યોં બની રહેશે, કારણ આ બન્ને ટીમ તેમના પહેલા બે મેચ જીત ચૂકી છે.
ગ્રુપ-વન ગ્રુપ ઓફ ડેથ છે. આ મુશ્કેલ ગ્રુપમાં આ મેચની વિજેતા ટીમની સેમિ ફાઇનલની રાહ નક્કી થઇ જશે અને ગ્રુપ પર વર્ચસ્વ પણ મેળવી લેશે. ઓસ્ટ્રેલિયાએ તેના પહેલા મેચમાં સંઘર્ષ બાદ આફ્રિકા સામે જીત મેળવી હતી, બીજા મેચમાં શ્રીલંકા સામે પ્રભાવશાળી જીત નોંધાવી હતી.
શ્રીલંકા વિરૂધ્ધના આ મેચમાં કાંગારૂ ટીમ માટે સકારાત્મક વાત એ રહી હતી કે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા સ્ટાર ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચે ફોર્મમાં વાપસી કરી હતી.
બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને બાંગલાદેશ સામે મોટી જીત મેળવીને હવે મજબૂત હરીફનો સામનો કરવા તૈયાર છે. પહેલા બે મેચમાં તેમની જીત આસાન રહી હતી, પણ ઓસિ. વિરૂધ્ધ આકરો પડકાર નક્કી છે. ઇંગ્લેન્ડ માટે મોઇન અલી હુકમનો એક્કો બની રહ્યો છે. તેને બે મેચમાં 4 વિકેટ લીધી છે. ઝડપી બોલર ટાઇમન મિલ્સે પ્રભાવિત કર્યાં છે. આ ઉપરાંત શનિવારના મેચમાં આદિલ રશીદ કાંગારૂ બેટધરોને તેની સ્પિન જાળમાં ફસાવી શકે છે.
જો કે ઈંગ્લેન્ડના બેટસમેનોની પણ કાંગારૂ પેસ બેટરી મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે અગ્નિપરીક્ષા થશે. ઇંગ્લીશ કપ્તાન ઇયોન મોર્ગનના બેટિંગ પ્રદર્શન પર પણ આ મેચમાં સહુની નજર રહેશે. વિશ્વ કપના અગાઉના મેચોની જેમ આ મુકાબલામાં પણ ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
