CIA ALERT

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે રાહુલ ગાંધી પાસે જવાની હૂલ આપનાર ફોગવા હવે PM મોદીના શરણે

Share On :

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કર્યા પછી કોઇ દાદ નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુદ્દો લઇ જવાની ધમકી ઉચ્ચારનાર ફોગવાના અશોક જીરાવાળા એન્ડ કંપની હવે ફરીથી પી.એમ. મોદીના શરણે આવી છે. 22મી ડિસેમ્બર 2018ના રોજ મળી રહેલી GST કાઉન્સિલની બેઠકમાં વિવર્સની અંદાજે રૂ.600 કરોડની ક્રેડિટ પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.

GST ક્રેડિટનો મુદ્દો હકીકતમાં વિવર્સ ફેડરેશનના નેજા હેઠળ લડત ચલાવી રહેલા અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશિષ ગુજરાતી એન્ડ કંપની અવૈચારિક પગલાઓને કારણે વકર્યો છે. ભાજપાના સ્થાનિક આગેવાનો ખાસ કરીને નવસારીના એમ.પી. શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની દરમિયાનગીરી અને કેન્દ્રના કેટલાક મંત્રીઓની ભલામણ બાદ વિવર્સ અને પ્રોસેસર્સ બન્ને મળીને રૂ.1500 કરોડની GST ક્રેડિટ અંગેનો પ્રશ્ન ઉકેલાય જવાની તૈયારીમાં હતો. પરંતુ, બરાબર એ જ સમયે ધીરજ ગુમાવી ચૂકેલા ફોગવાના આગેવાનો પૈકી અશોક જીરાવાળાએ એવું નિવેદન આપી દીધું કે ભાજપાના નેતાઓથી કશું નહીં થાય તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવું પડશે.

જાણકારો કહે છે કે અશોક જીરાવાળાના આ જ વાણી વિલાસને પગલે હજારો વિવર્સને કનડતો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થતા રહી ગયો. ભાજપી નેતાગીરીએ ગંભીર નોંધ લઇને વિવર્સને આ મુદ્દે લટકાવી રાખ્યા. આ બાબત સાથે એ પૂર્વે અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની કરેલી હરકત પણ જોડાઇ જવા પામી હતી અને વિવર્સનો પ્રશ્ન તેમના જ આગેવાનોના અપરિપક્વ વર્તનને કારણે આજે પણ ટલ્લે ચઢી રહ્યો છે.

હવે ફોગવા ફરીથી પી.એમ. નરેન્દ્ર મોદીના દરબારમાં ક્રેડિટનો પ્રશ્ન ઉકેલી આપવા ગુજારીશ કરી રહ્યું છે. હકીકતમાં ફોગવાની આ લેખિત ગુજારીશ પી.એમ. સુધી શું દિલ્હી સુધી પણ પહોંચે તો બસ છે. કેમકે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના લેટરહેડ પર વડાપ્રધાનને ઉદ્દેશીને હાથથી લખાયેલા પત્રમાં કોઇપણ જાતના રેફરન્સ, અગાઉની રજૂઆતો ટાંક્યા વગર લખાયો છે. એવું સ્પષ્ટ જણાય આવે છે કે વડાપ્રધાનને નહીં ફક્તને ફક્ત મિડીયામાં માઇલેજ લેવા માટે આ પત્ર લખાયો છે.

વડાપ્રધાનને ફોગવાના લેટર હેડ પર આ પ્રકારે પત્ર લખાયો

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતી અને તેમની કંપની દ્વારા ભરાયેલા આ પગલાંઓને કારણે સમગ્ર વિવર્સ આલમે સહન કરવું પડી રહ્યું છે

  • સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની હરકત
  • ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા નેતાગીરીને ધમકાવવા માટે રાહુલ ગાંધીના નામની હૂલ આપવાની હરકત
  • કારખાનેદારોના સંગઠન ફોગવામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઘૂસાડવાની હરકત
  • નક્કર નહીં પણ ઉપજાવી કાઢેલી આંકડાકીય માહિતીઓ રજૂ કરવાની અપરિપક્વ હરકત

પરીણામ શું આવ્યું

  • ફોગવા જેવા વિશાળ સંગઠનને સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાએ કોર્નર કરવી પડી
  • કોંગ્રેસને ક્રેડિટ આપવાની પેરવી થતાં રાજ્ય સરકારે રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ ન આપ્યો
  • ટેક્સટાઇલ પોલિસીમાં વિવર્સના પ્રશ્નો ફોગવા પાસેથી નહીં પણ અન્ય સંગઠનો, આગેવાનો પાસેથી સરકારે સાંભળ્યા
  • ફોગવા એ બિનરાજકીય સંગઠન છે એવી છાપ ભૂંસાઇ અને કોંગ્રેસનું લેબલ લાગવા માંડતા ભાજપના નેતાઓએ સહાનુભૂતિ દાખવવાનું છોડી દીધું

હવે શું થશે

  • હવે શું થશે એવી કલ્પના કરવી સરળ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ડ્રાફ્ટ થઇ રહેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતોને પ્રાધાન્ય અપાશે
  • પ્રોસેસર્સનો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થઇ જાય તો નવાઇ નહીં, પણ ફોગવાના આગેવાનોને કારણે સમગ્ર વિવર્સ આલમે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા 
  • અશોક જીરાવાળા, મયુર ગોળવાળા અને આશીષ ગુજરાતી એન્ડ કંપની દ્વારા ફોગવામાં ઘૂસાડવામાં આવેલા ડર્ટી પોલિટીક્સને કારણે હવે ભવિષ્યમાં ફોગવાના જેન્યુઇન પ્રશ્નોને પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે.
  • ફોગવાની રજૂઆતો સાચી અને નક્કર હશે તો પણ તેના પર રાજકારણનું લેબલ લગાડીને તેને ક્રેડિટ નહીં મળવા દેવાય
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :