વિવર્સ અને નીટર્સ માટે ચેમ્બર ઓફ કોમર્સનું સોલિડ સેલિંગ પ્લેટફોર્મ એટલે વીવનીટ એક્ષ્પો, આજથી રવિવાર સુધી સરસાણા ખાતે યોજાશે

Share On :

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૧૮થી ર૦ જુલાઇ ર૦રપ દરમ્યાન ‘વિવનીટ એકઝીબીશન– ર૦રપ’ યોજાશે

ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે : ચેમ્બર પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી

ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૮ થી ર૦ જુલાઇ ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું ચોથું એડીશન યોજાઇ રહયું છે.

વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં આ એકઝીબીશન મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, વિવનીટ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૮ જુલાઇ ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી સ્વરૂપ પી. (યબક) ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે વિવનીટ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગૃપ એકઝીકયુટીવ પ્રેસિડેન્ટ શ્રી મનમોહન સિંઘ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર વિવનીટ એકઝીબીશનમાં સુરત ઉપરાંત નવસારી, મુંબઇ અને તમિલનાડુના કુલ ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. આ એકઝીબીશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.

વિવનીટ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :