CIA ALERT

Birth Day Boy વોર્નરે પ્રથમ T-20 સદી ફટકારી

Share On :

ડેવિડ વોર્નરે તેની બૅટિંગ કાબેલિયતના ફરી પુરાવા આપતા ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી ઑસ્ટ્રેલિયાની ટીમને રવિવારે અહીં શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકા સામે ૧૩૪ રનથી વિજય અપાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયાનો ૧૩૪ રનનો વિજયી-માર્જિન અત્યાર સુધી એણે જીતેલી તમામ ટી-ટ્વેન્ટી મૅચોમાં સર્વોચ્ચ છે. અગાઉ ૧૦૦ રન એનો સર્વોત્તમ માર્જિન હતો જે ૨૦૧૮માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે નોંધાયો હતો.

મેન ઑફ ધ મેચ જાહેર કરાયેલ વોર્નરે તેની વર્ષગાંઠની ઉજવણીમાં અણનમ ૧૦૦ રન કરી ઑસ્ટ્રેલિયાને બે વિકેટે ૨૩૩ રનના જુમલે પહોંચાડ્યું હતું જેમાં તેણે કેપ્ટન એરોન ફિન્ચ તથા ગ્લેન મેક્સવેલ જોડે સદીની બે ભાગીદારી પણ નોંધાવી હતી.

શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ફક્ત ૯૯ રન કરી શકી હતી જેમાં લેગ-સ્પિનર એડમ ઝમ્પાએ ૧૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી એશિઝ સિરીઝ તથા રાષ્ટ્રીય સર્કિટની નવી ક્રિકેટ મોસમમાં નબળા દેખાવ બાદ વોર્નરે ૫૬ બોલમાં ચાર છગ્ગા અને ૧૦ ચોક્કા સાથે પોતાની સદી નોંધાવી હતી.

ડાબોડી ઓપનિંગ બેટ્સમેન વોર્નરે ઑસ્ટ્રેલિયાએ એશિઝ જાળવી રાખેલ છેલ્લી શ્રેણીમાં પોતાના દસ દાવમાં કુલ માત્ર ૯૫ રન કર્યા હતા, પણ રવિવારે અહીં તેણે શ્રીલંકાના બૉલરોને ઝૂડી કાઢયા હતા, જેમાં કાસુન રજિતા તેની ચાર ઓવરમાં ૭૫ રન આપી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ખર્ચાળ બન્યો હતો.

શ્રીલંકાના દાવમાં પેટ કમીન્સે દાનુશ્કા ગુનાથિલાકા (૧૧) અને ભાનુકા રાજાપક્સા (૨)ને ઉપરાઉપરી બોલમાં આઉટ કર્યા હતા અને દાસુન શાનાકાએ ૧૭ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ કર્યો હતો. કેપ્ટન મલિન્ગા ૧૩ રન કરી અણનમ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ફિન્ચે ૩૬ બોલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોક્કા સહિત ૬૪ રન કર્યા હતા અને વોર્નર જોડે પહેલી વિકેટે ૧૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી.

મેક્સવેલે ૨૮ બોલમાં ફટકાબાજીભર્યા ૬૨ રન કર્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને સાત ચોક્કાનો સમાવેશ હતો તથા વોર્નર જોડેની ભાગીદારીમાં ૧૦૭ રનનો ઉમેરો કરી દાવની છેવટની ઓવરમાં આઉટ થયો હતો.

૨૦૦૭માં સિડની ખાતે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૨૨૧ રન બાદ ઑસ્ટ્રેલિયાની ટીમનો ઘરઆંગણે ટી-૨૦ ક્રિકેટમાં આ સૌથી મોટો જુમલો બન્યો હતો.

શ્રેણીની અન્ય બે મેચ બ્રિસ્બેન તથા મેલબર્ન ખાતે રમાશે અને ત્યાર પછી, પાકિસ્તાનની ટીમ સિડની, કેનબેરા તથા પર્થ ખાતે ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવનાર છે.

ઑસ્ટ્રેલિયામાં આવતા વર્ષે ઑક્ટોબરમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાનાર છે.

ટૂંકો સ્કોર:

ઑસ્ટ્રેલિયા: ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૩૩ (એ. ફિન્ચ ૬૪, ડી. વોર્નર ૧૦૦ અણનમ, જી. મેક્સવેલ ૬૨, સેન્ડાકન ૪૧ રનમાં એક, શનાકા ૧૦ રનમાં એક).

શ્રીલંકા: ૨૦ ઓવરમાં નવ વિકેટે ૯૯ (સ્ટાર્ક ૧૮ રનમાં બે, કમીન્સ ૨૭ રનમાં બે, ઝમ્પા ૧૪ રનમાં ત્રણ, એગાર ૧૩ રનમાં એક).

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :