કામરેજના ધારાસભ્ય ઝાલાવડીયાની હકરતોથી ભાજપના મોવડીઓ પણ કંટાળી ચૂક્યા છે
કામરેજ વિધાનસભાથી ભાજપની ટિકીટ પરથી ચૂંટાયેલા વી.ડી. ઝાલાવડીયા અને તેમના સગાસબંધીઓના કારનામાઓથી સુરત ભાજપની જે બદનામી થઇ રહી છે એ જોતા આજે પ્રદેશ ભાજપના એક દિગ્ગજ નેતા બોલી ઉઠ્યા હતા કે ખુદ અમે ભાજપના લોકો ઝાલાવડીયાથી કંટાળી ચૂક્યા છે. ભાજપાના ઘણા નેતાઓ તેમની સાથે સ્ટેજ શેર કરવાનું પણ ટાળી રહ્યા છે એટલી હદે લોકોમાં તેમની છાપ ખરાબ થઇ ચૂકી છે.

કામરેજના વી.ડી. ઝાલાવડીયાની આ રીતરસમો ભાજપની છબિ ખરડી રહી છે
- સામાન્ય લોકોના કામો નહીં કરવાના
- બિલ્ડરો, ધનકુબેરો, લેન્ડ માફિયાઓની બ્રિફ લઇને તેમના કામો કરી આપવાના
- ગ્રાન્ટના કામો કાગળ પર મંજૂર થાય એટલે કટકીબાજને સક્રીય કરી દેવાના
- તેમના દિકરા અને મળતીયાઓ સામે દાદાગીરીના કેસો
- પાટીદાર અનામત માટે લડતા યુવકો અને તેમના પરિવારજનોની યેનકેન પ્રકારે હેરાનગતિ કરવી
- સામાન્ય દાખલાઓ લેવા આવતા લોકોને કોંગ્રેસી કહીને કાઢી મૂકવાના અનેક કિસ્સાઓ
વી.ડી. ઝાલાવડીયા સામે તાજા વિવાદ ભાજપના મોવડીઓ સુધી પહોંચ્યો
વી.ડી. ઝાલાવડીયા ફરીથી એક મોટા વિવાદમાં સપડાયા છે અને પોતાના મતવિસ્તારમાં બહુજન (સામાન્ય લોકો)નું હિત જોવાની જગ્યાએ ધનકુબેરોની બ્રિફ પકડીને ચાલતા વી.ડી. ઝાલાવડીયાને કહેવાય છે કે તેમના મતવિસ્તારના લોકોએ રીતસર ભગાડ્યા હતા. પોલીસે પરાણે તેમને ટોળામાંથી ઉગાર્યા હતા. એવી પણ વાતો વાઇરલ થઇ કે સીમાડા વિસ્તારમાં બિલ્ડરોને ફાયદો થાય એ રીતે અને સોસાયટીવાસીઓને અન્યાય થાય એ પ્રકારે વી.ડી. ઝાલાવડીયા તંત્રવાહકો પાસે કામ કરાવવા પહોંચ્યા હતા. વી.ડી. ઝાલાવડીયાની આ અન્યાયી હરકતથી ઉશ્કેરાયેલા લોક ટોળાએ ઝાલાવડીયાનો એવો તે હૂરીયો બોલાવ્યો કે તેણે સ્થળ છોડીને ભાગવાની ફરજ પડી હતી. આ સંઘર્ષ દરમિયાન કોઇ મહિલાએ વી.ડી. ઝાલાવડીયાને તેના કારનામાઓ બદલ લાફા ઠોકી દીધા હતા. જોકે, વી.ડી. ઝાલાવડીયા આ વાતને રદીયો આપી રહ્યા છે. પણ જે રીતે વિડીયો વાઇરલ થયો છે, એ જોતા સવાલ એ ઉપસ્થિત થાય છે કે સવાર પડે ને ફક્તને ફક્ત કમાણી થાય એવી ફાઇલ કે એવું કામ હાથ પર લેતા વી.ડી. ઝાલાવડીયા સામાન્ય લોકોના કામો ક્યારે કરતા હશે. યુ ટ્યુબલ અને ફેસબુક પર વી.ડી. ઝાલાવડીયાને ધક્કે ચઢાવતો વીડીયો ભારે વાઇરલ થયો છે અને તેને કારણે ભાજપના ભારે બદનામી થવા પામી છે.
વી.ડી. ઝાલાવડીયા માટે તો કહેવાય છે કે પોતાની ગ્રાન્ટના કામમાંથી પણ તેમના કેટલાક મળતીયાઓ કામ મંજૂર થાય એટલે કટકી પડાવવા માટે પહોંચી જાય છે. ઇરાદાપૂર્વક એવી વ્યક્તિને કટકી માટે મોકલાય છે કે જ્યારે મામલો વિવાદિત બને અને છાપરે ચઢીને પોકારે ત્યારે વી.ડી. ઝાલાવડીયા સરળતાથી છટકી જઇ શકે.
વી.ડી. ઝાલાવડીયાના આ તાજા વિવાદ અંગે પ્રદેશ પ્રમુખથી લઇને અમિત શાહ સુધી રજૂઆતો કરવામાં આવી છે. ભાજપની છબી આવા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવતા નેતાઓને કારણે જ ખરડાય રહી હોઇ, આગામી દિવસોમાં વી.ડી. ઝાલાવડીયા સામે ભાજપા મોવડીમંડળ આકરાં સરશંધાન વ્યક્ત કરે તો નવાઇ નહીં.
શરદ વી.ડી. ઝાલાવડીયાની કરતૂત પોલીસ ફરીયાદ સ્વરૂપે દર્જ

(કામરોજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયા તેમના પુત્ર શરદ સાથે, ફાઇલ ફોટો)
અગાઉ ગત ફેબ્રુઆરી માસમાં જ વી.ડી. ઝાલાવડીયાના દિકરા શરદ સામે ગુનો નોંધાયો છે. રેતીની લીઝના મુદ્દે દાદાગીરી કરતા આ ધારાસભ્યના પુત્રના કારનામાઓ છોટા ઉદેપુરમાં પણ થયા છે.
દેશના અગ્રગણ્ય અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક
https://timesofindia.indiatimes.com/city/surat/kamrej-bjp-mlas-son-booked-for-threatening-transporter/articleshow/62922751.cms
દેશના અગ્રગણ્ય મિડીયા સમૂહ નેટવર્ક 18માં વી.ડી. ઝાલાવડીયાના પુત્ર શરદના પરાક્રમ અંગે પ્રકાશિત અહેવાલની લિંક
https://gujarati.news18.com/news/south-gujarat/surat-illegal-drawing-issues-in-kamrej-743850.html
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


