કોઇ સહકારી બેંકની વાસ્તવિક કામગીરી શું હોય શકે ? , સહકારી બેંકોની સ્થાપના પાછળ કયો આશય હશે? વગેરે બાબતની પ્રતીતિ કરવી હોય તો સુરતની વરાછા કો.ઓ. બેંકની કામગીરીને જોવી, જાણવી, માણવી પડે. વરાછા કો.ઓ. બેંક ખરેખર એવી સહકારી બેંક બની છે કે જે ખાતેદારો સાથે ફક્ત ધંધાકીય કે આર્થિક લેવડ-દેવડ જ નથી કરતી પરંતુ, ખાતેદારો, બેંકના ગ્રાહકોને સુખ-દુખમાં સહભાગી પણ બને છે, ખાસ કરીને દુખમાં તો ભાગીદાર અવશ્ય બને છે.
એવું નથી કે કોઇ સહકારી બેંક માટે ફક્ત બેંકના કર્મચારીઓ કે ડિરેક્ટરો જ કામ કરતા હોય, સુરતના વરાછા રોડની આ બેંક માટે તો બિલકુલ સેવાભાવી રીતે એક એવી ફૌજ કામ કરે છે બેંકની દરેક બ્રાંચ અને ગ્રાહકો વચ્ચે સેતુ સાધી આપે છે. કદાચ બેંક તેના ગ્રાહકથી સંપૂર્ણ રીતે વાકેફ ન હોય અને તેની સાથે અન્યાય કરી બેસે પણ વરાછા કો.ઓ. બેંક દ્વારા ઉભી કરવામાં આવેલી બ્રાન્ચ કમિટીના સભ્યો જે તે બ્રાન્ચમાં કામકાજ અર્થે આવતા ખાતેદારો, ગ્રાહકો વગેરેની કામગીરી, સામાજિક સ્ટેટસ, આર્થિક સ્ટેટસ વગેરેથી બેંકને વાકેફ કરીને એવી ઉપયોગી સલાહ આપે છેકે બેંક સચોટ નિર્ણય લે છે.
વરાછા કો.ઓ. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાએ વધુમાં જણાવ્યું હતું વરાછા બેંકએ એક પણ રૂપિયાનું વધારાનું ભારણ ઉભું કર્યા વગર 200થી વધુ સ્વયં સેવકોની આખી ફૌજ તૈયાર કરી છે. વરાછા બેંક આજે કુલ 23 બ્રાન્ચ ધરાવે છે, આ તમામ બ્રાન્ચમાં વિકાસ કમિટીનું ગઠન કરાયું છે. વિકાસ કમિટીને કાયદાકીય રીતે બેંક સાથે કોઇ જ સંબંધ નથી આમ છતાં, વિકાસ કમિટીના સભ્યો બેંક માટે બિલકુલ નિશ્વાર્થ પણે સેવા બજાવે છે. બેંક માટે આ વિકાસ કમિટીઓના સભ્યોની સેવા અત્યંત અમૂલ્ય થઇ પડી છે.
વધુમાં તાજેતરમાં વરાછાબેંકના ખાતેદાર સ્વ.વસંતભાઈ નારણભાઈ પોકળનું અકસ્માતે અવસાન થયું હતું. બેંકના નિયમો મુજબ કોઇ ખાતેદારનું અકસ્માત નિધન થાય તો તેમના ચોક્કસ રકમ આર્થિક વળતર રૂપે મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. બેંકના ખાતેદાર સ્વ. શ્રી વસંતભાઇ પોકળનું નિધન થતાં તેમના વારસદાર શ્રી નારણભાઈ મોહનભાઈ પોકળને રૂ. ૩,૦૦,૦૦૦ ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વરાછા બેંકના માજી. ચેરમેન શ્રી પ્રવિણભાઈ પાનસુરીયા, ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ મુખ્યશાખા વિકાસ કમિટિ સભ્ય ભાવેશભાઈ રફાળિયા વગેરે આગેવાનોના હસ્તે આ નેક કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
