અમેરિકીમાં સૌથી મોટા તહેવાર ક્રિસમસ પૂર્વે જ શટડાઉન, લાખો લોકો વેતન વગર રઝળ્યા
- 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા
- ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું શટડાઉન કટોકટીનો આરોપ ડેમોક્રેટ્સ પર
- મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની ટ્રમ્પની માંગણીની ધરાર અવગણના
અમેરિકા સમેત સમગ્ર વિશ્વના સૌથી મોટા ઉત્સવ ક્રિસમસના બે દિવસ પૂર્વે જ અમેરીકામાં ગવર્નમેન્ટ શટડાઉનનો આરંભ થયો છે. સરકારી કર્મચારીઓના પગાર, સરકારી ખાતાઓના બજેટ તેમજ પ્રેસીડેન્ટ ટ્રમ્પની કેટલીક દરખાસ્તો પર કોઇપણ પ્રકારનો નિર્ણય કર્યા વિના જ અમેરીકી સંસદ ગૃહ મુલતવી રહ્યું છે, જેને લઇને અમેરિકામાં લાખો લોકોના વેતન, સરકારી કચેરીઓના ખર્ચાઓની ફાઇલો અટકી પડવા પામી છે. અમેરીકાના અર્થતંત્રમાં આ કટોકટીને યુએસ શટડાઉન કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટા તહેવાર ક્રિસમસ પૂર્વે જ હજારો નહીં પણ લાખો કર્મચારીઓ વેતન વગર રઝળી પડ્યા છે અને અમેરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવીને હાથ ઉંચા કરવાની કોશીસ કરી હતી.
અમેરિકામાં સમવાયી ખર્ચ સંદર્ભના ખરડાને પસાર કર્યા વિના અને બોર્ડર વોલ બાંધવા જોઈતા નાણાં માટે નાણાંકીય જોગવાઇ કરવા અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીની દરકાર કર્યા વિના અમેરિકી સંસદ મુલતવી શનિવાર તા.22મી ડિસેમ્બર 2018ની સાંજે મુલતવી રહી હતી. આ સાથે ક્રિસમસ પૂર્વેનું અમેરિકી સરકારનું શટડાઉનનો પણ આરંભ થયો છે.
અમેરીકી સરકારનું આ શટડાઉન કેટલું લાંબુ ચાલશે તે કંઈ સ્પષ્ટ થતું ન હોવાના મતો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા હતા, જો કે શુક્રવારે મોડી રાતે ટ્રમ્પે એવી આશા વ્યક્ત કરી હતી કે તે લાંબુ નહીં ચાલે.’ તેના એક પરિણામરૂપે 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને બેઉ પક્ષના સંસદીય નેતાઓ વચ્ચે કેપિટોલ હિલ ખાતે છેલ્લી ઘડીની વાટાઘાટો છતાં કેટલીક ચાવીરૂપ એજન્સીઓની કામગીરી શનિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે 12.01 કલાકે અટકી પડી હતી. આ કટોકટીનું આળ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર મૂક્યું છે.

મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની માગણી ટ્રમ્પે કરી છે, જેનો ડેમોક્રેટ્સ કટ્ટરપણે વિરોધ કરે છે, સમજૂતીના અભાવે ડઝનબંધ એજન્સીઓના ભંડોળો મધરાત બાદ લેપ્સ થવાની નોબત આવી. શટડાઉન નિવારવાની કોઈ જ ગતિવિધિઓ વિના, અમેરિકી સંસદનું પ્રતિનિધિ ગૃહ (નીચલું ગૃહ) શુક્રવારે સાંજે 7 વાગ્યા પહેલાં મોકૂફ રાખી દેવાયું હતું અને સેનેટ (ઉપલું ગૃહ)તેના એક કલાક બાદ મોકૂફ કરી દેવાયું હતું.
મિલિટરી, આરોગ્ય/માનવસેવાઓના વિભાગ સહિત સરકારના ત્રણ ચતુર્થાંશ ભાગો આગામી સપ્ટે.સુધી પૂર્ણ ભંડોળ ધરાવે છે અને 25 ટકા ભાગ શનિવારે ભંડોળ વિહોણો થઈ ગયો હતો.

શું થાય છે શટડાઉનનો અર્થ
https://www.theguardian.com/commentisfree/2018/dec/23/us-economic-precipice-donald-trump-government-shutdown
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


