ઉત્તર પ્રદેશના 6 સિટીંગ એમ.પી.ને ભાજપાએ ટિકીટ ન આપી
કેન્દ્રિય પ્રધાન કૃષ્ણારાજ અને ‘પછાત જાતિ રાષ્ટ્રીય પંચ’ના અધ્યક્ષ રામશંકર કથેરિયા સહિત છ વર્તમાન સાંસદોને પ્રથમ યાદીમાં ટિકિટ ન આપી ભાજપે આશ્ર્ચર્ય સર્જ્યું છે. ભાજપે વારાણસથી વડા પ્રધાન મોદીને, ગૃહપ્રધાન રાજનાથસિંહને લખનૌથી, સ્મૃતિ ઈરાનીને અમેઠીમાંથી ઉમેદવાર બનાવ્યા છે. ભાજપની જાહેર થયેલી પ્રથમ યાદીમાં કૃષ્ણારાજ (શાહજહાનપુર- એસસી), રામશંકર કથેરિયા (આગ્રા- એસસી), અંશુલ વર્મા (હરદોઈ-એસસી), બાબુલાલ ચૌધરી (ફતેપુર સિક્રી), અંજુ બાલા (મિસરિબ- એસસી) અને સત્યપાલ સિંહ (સંભલ) એમ છ સાંસદની ટિકિટ કાપી છે.યુપીના બાગપત, બિજનોર, ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, કૈરાના, મેરઠ, મુઝફ્ફરનગર અને સહરાનપુરમાં 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે.
કાનપુરથી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશી, પિલીભીતથી કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, તેમના પુત્ર અને સુલ્તાનપુરના સાંસદ વરુણ ગાંધીને ટિકિટ મળશે કે નહીં તે બાબતમાં હજુ કંઈ માહિતી મળી નથી. આ બેઠકોના ઉમેદવારના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા ન હતા.
પ્રથમ યાદીમાં રાઘવ લખનપાલ (સરહાનપુર), સંજીવકુમાર બલિયાન (મુઝફફરપુર), કુંવર ભારતેન્દ્ર સિંહ (બીજનોર), રાજેન્દ્ર અગ્રવાલ (મેરઠ), કેન્દ્રિય પ્રધાન સત્યપાલસિંહ (બાગપત), કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહ (ગાઝિયાબાદ) અને કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા (ગૌતમ બુદ્ધનગર)ને ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા.
વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજને પણ ટિકિટ મળી છે. તાજેતરમાં ભાજપ નેતૃત્વને આડકતરી ચીમકી આપતા સાક્ષી મહારાજે કહ્યું હતું કે “જો મારી બાબતમાં કોઈ અન્ય નિર્ણય લેવામાં આવે તો ભાજપ માટે પરિણામ સારું નહીં રહેશે.
ઉમેદવારોની યાદી જાહેર થઈ તે પછી કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદી, અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ‘બધા ઉમેદવારોને મારા અભિનંદન. દરેક મતવિસ્તારમાં કમળ ખીલે તેવા પ્રયત્ન કરી ફરી એકવાર મોદી સરકાર લાવીએ. મથુરાથી ટિકિટ મેળવનારા હેમા માલિનીએ કહ્યું કે, “મને ફરી ટિકિટ આપવા બદલ મોદીજી, અમિત શાહજી અને ચૂંટણી સમિતિના અન્ય સભ્યોનો હું આભાર માનું છું.2014ની ચૂંટણીમાં મોદીએ 5,81,002 મત મેળવી ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલને 3,71,784 મતથી હરાવ્યા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને લગભગ એક લાખ મતથી હરાવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
