વીજગ્રાહકોના વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય
કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણોની લેણી નીકળતી રકમ ભરપાઇ કરવાની રાજ્ય સરકારની માફી યોજના ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવામાં આવી : ઊર્જામંત્રીશ્રી
- ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૧ લાખ ૩૬ હજાર ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો
- વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની વસુલાત મળી
- રાજ્યમાં ૩૯૬ માફી મેળાઓ યોજાયા

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોમાં ઘર વપરાશના બી.પી.એલ. અને નોન બી.પી.એલ વીજગ્રાહકો તેમજ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બીલની રકમના પ૦ ટકા અને વ્યાજમાં સંપૂર્ણ માફી માટે એમ્નેસ્ટી સ્કીમ-ર૦૧૭ અગાઉ જાહેર કરવામાં આવી હતી. સરકારે આ ઉપરાંત બીનગ્રાહકો, વાણિજ્યિક, ઔદ્યોગિક અને વોટર વર્કસના વીજગ્રાહકો અને બીનગ્રાહકો તથા સ્ટ્રીટ લાઇટ અને જનરલ પરપઝ લાઇટ ટેરિફ ધરાવતા વીજગ્રાહકો માટે વ્યાજમાં સંપૂર્ણ માફીને પણ આ સ્કીમમાં આવરી લીધા હતા.
મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, રાજ્યમાં આ યોજનાને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને પરિણામે, મુખ્યમંત્રીશ્રીએ ગ્રાહક સંવેદનાસ્પર્શી અભિગમ સાથે આ યોજનાની મુદત વધુ ત્રણ માસ માટે એટલે કે ૧ ઓકટોબર-ર૦૧૮થી ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. શ્રી સૌરભભાઇએ ઉમેર્યુ કે, રાજ્યની વીજ વિતરણ કંપનીઓના જુદા જુદા ગ્રાહકો પાસે વીજ બીલના નાણાં બાકી રહેવાના કારણે કે અન્ય કારણોસર જેમના વીજ જોડાણો તા.૩૧/૦૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા ગ્રાહકો માટે મુખ્યમંત્રીશ્રીએ સંવેદનાસ્પર્શી અભિગમથી માફી યોજના ર૦૧૭ જાહેર કરી હતી.
તદઅનુસાર, ઘર વપરાશના વીજગ્રાહકો-બી.પી.એલ. અને નોન બી.પી.એલ બેય જો ૩ માસની અંદર મુદલ રકમ ભરી દે તો મુદલની રકમમાં પ૦ ટકા માફી સાથે સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવે છે તે જ પ્રમાણે ખેતીવાડી ગ્રાહકોને પણ આ લાભ આપવામાં આવે છે.
અન્ય તમામ કક્ષાના વીજગ્રાહકો જો ૩ માસની અંદર મુદલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાંથી પૂરેપૂરી માફી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ અગાઉની તા.૩૧/૦૮/ર૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્થાને તા.૩૧/૦પ/ર૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ અને યોજનાની મુદ્દત તા.ર૪/૦૭/ર૦૧૮ના રોજ પૂર્ણ થતી હતી તેને તા.૩૦/૦૯/ર૦૧૮ સુધી વધારવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ૩૦- સપ્ટેમ્બર-ર૦૧૮ સુધી આ યોજનાની મુદતમાં વધારો થવાને પરિણામે ૧ લાખ ૩૬ હજાર ર૯૪ ગ્રાહકોએ યોજનાનો લાભ મેળવ્યો છે. એટલું જ નહિ, વીજ વિતરણ કંપનીઓને રૂ. પ૧.૮૮ કરોડની રકમની વસુલાત પણ આ યોજના અન્વયે થઇ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૯૬ માફી મેળાઓ યોજીને વીજ બિલની રીકવરીનું પ્રમાણ વધારવા અને ડિફોલ્ટરોની સંખ્યા ઘટાડવામાં ઊર્જા વિભાગને સફળતા મળી છે, એમ પણ મંત્રીશ્રીઓએ ઉમેર્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


