ઝવેરાત ઉદ્યોગને વેગવાન બનાવશે 2 મેગા એક્ષ્પો : Nov.માં GJM Show અને Dec.માં સિગ્નેચર સ્પાર્કલ
જયેશ બ્રહ્મભટ્ટ – 98253 44944
હાલ ગુરુપુષ્ય નક્ષત્ર, આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોની ઘરાકીમાંથી છૂટા થયા બાદ સુરતના મોટા ભાગના જ્વેલરી મેન્યુફેકચરર્સ (ઝવેરીઓ) મોટા કામમાં જોતરાઇ જશે. આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં સુરતમાં જ્વેલરીના બે મેગા એક્ષ્પો યોજાઇ રહ્યા છે.
ઝવેરાત ઉદ્યોગ માટે એક પછી એક એમ બે મોટી ઇવેન્ટ સુરતમાં પહેલી વખત યોજાઇ રહી છે. બિઝનેસ એક્સપર્ટસ કહી રહ્યા છે કે સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ કયા લેવલનું કામ કરી રહ્યા છે તેનો પરચો આ બે એક્ષ્પોથી સમગ્ર વિશ્વને થશે. સમગ્ર ઝવેરાત ઉદ્યોગને આ બન્ને એક્ષ્પો ટોપ ગીયરમાં મૂકીને વેગ આપશે.
GJM Show = 27 to 29 November 2021 @ SIECC
મળતી માહિતી મુજબ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા આગામી તા.27થી 29મી નવેમ્બરના રોજ સુરતના સરસાણા સ્થિત કન્વેન્સન સેન્ટર ખાતે Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show)નું આયોજન હાથ ધર્યું છે. સ્થાનિકથી લઇને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાના બાયર્સ એન્ડ સેલર્સ આ એસજેએમ શૉમાં આવશે. Gujarat જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (GJM Show) બીટુ બી કક્ષાનો છે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કક્ષાનો છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉના આયોજક જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે અત્યારથી જ તમામ સ્ટોલ્સનું બુકિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, હજુ અનેક જ્વેલર કંપનીઓ સ્ટોલ રાખવા માગે છે પરંતુ, હવે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ નથી. આ એક્ષ્પોમાં રિટેલ કે સેલિંગને અવકાશ નથી. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શૉ (એસજેએમએસ) આ શૉમાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિશાળ રેન્જમાં પોતાની જ્વેલરી, ડિઝાઇન, કન્સેપ્ટ વગેરેનું ડિસ્પ્લે તેમજ એક્ઝિબિશન કરીને ભવિષ્યના ઓર્ડર્સ મેળવશે.
Signature Sparkle = 25 to 27 December 2021 @ SIECC
એવી જ રીતે સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તા.25થી 27 ડિસેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે જ સિગ્નેચર સ્પાર્કલથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો બીટુ સી એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર્સ મોડમાં આ એક્ષ્પોમાં પણ સ્થાનિકથી લઇને આંતર રાષ્ટ્રીય સ્તરના જ્વેલર્સે સ્ટોલ બુક કરાવ્યા છે. ચાર વર્ષ બાદ એવું બની રહ્યું છે સ્પાર્કલમાં રિટેલ ખરીદારોને પણ આમંત્રિત કરવામાં આવશે. અત્યાર સુધી સ્પાર્કલ બીટુબીમાં જ યોજાતું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


