સબરીમાલા મંદિરમાં દર્શન કરીને જ ઝંપીશું : તૃપ્તિ દેસાઈ
- કોચી ઍરપોર્ટ પર ભારે વિરોધને કારણે મુંબઈ પરત પહોંચેલા મહિલા સામાજિક ચળવળકાર તૃપ્તિ દેસાઈ સામે ભારે દેખાવો થયા
- પોલીસે ગુપચુપ બીજા દરવાજેથી કાઢીને પુણે મોકલાવી દીધી
- પૂણે ખાતે પણ તેમના ઘર સામે થયું આંદોલન
- ભાજપ અને RSS ભાડેથી માણસોને લાવીને વિરોધ કરાવી રહ્યાં હોવાનો તેનો ગંભીર આરોપ
- જાનનું જોખમ હોવાથી પોલીસ-પ્રોટેક્શનની માગણી કરશે

સુપ્રીમ ર્કોટે કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં મહિલાઓને દર્શન માટે પ્રવેશ મળતો ન હોવાથી મહિલાઓના અધિકાર માટે સતત લડતી અને ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈ સબરીમાલામાં દર્શન માટે સાતેક મહિલાઓ સાથે મહારાષ્ટ્રથી કેરળ ગયા હતા. જોકે કોચી ઍરપોર્ટ પર જ નહીં મુંબઈ ઍરપોર્ટ અને પુણે ખાતે આવેલા તેના ઘર સામે પણ સખત વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.
ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ પર ક્યારે પણ હુમલો કે પછી જીવ લઈ લેવામાં આવશે એવી શક્યતા હોવાનું લાગતાં તે પોલીસ-પ્રોટેકશનની માગણી કરવામાં આવશે છે. જોકે આટલા સખત વિરોધ બાદ પણ ગુપચુપ રીતે ફરી સબરીમાલા દર્શન માટે ભૂમાતા બ્રિગેડની ટીમ જશે એવો પણ મક્કમ નિર્ણય તૃપ્તિ દેસાઇએ કર્યો છે.
પત્રકારો સાથે વાત કરતા ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે સબરીમાલા દર્શને જઈ રહ્યાં હોવાનું જાહેર થતાં બધે વિરોધ-પ્રદર્શન કરવાનું શરૂ થઈ ગયું હતું. એથી અમે મુંબઈથી કોચી ઍરપોર્ટ શુક્રવારે પહોંચ્યાં ત્યારે કોચી ઍરપોર્ટની બહાર મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન કરનારાઓ પહોંચી ગયા હતા. સુરક્ષાનો કડક બંદોબસ્ત પોલીસે ક્ર્યો હતો, પરંતુ પોલીસે અમને સમજાવ્યું કે અમે તમને સુરક્ષા આપીને લઈ પણ જઈશું તો અહીં હિંસાનું વાતાવરણ ઊભું થઈ શકે છે અને તમારા પર હુમલો થઈ શકે એમ છે. અમે ૨-૩ ટૅક્સી બુક કરાવી હતી, પણ વિરોધ કરનારાઓએ તેમને ડરાવીને ધમકાવ્યા હતા કે આ લોકો અંદર બેસશે તો તેમની ટૅક્સી પર હુમલો કરીને તોડી નાખવામાં આવશે અને અંદર બેસેલી મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવશે એટલું જ નહીં, અમે હોટેલમાં રોકાવા માટે હોટેલવાળાઓને ફોન કરતાં તેમણે પણ અમને કહ્યું કે વિરોધ કરનારાઓએ અમને ચીમકી આપી છે કે અહીં તમને રોકાવા આપીશું તો હોટેલમાં તોડફોડ કરવામાં આવશે. અમે ઍરપોર્ટની બહાર નીકળવાની કોશિશ કરી તો લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. ભાજપ અને RSSએ મોકલેલા ભાડાના લોકો ઝંડા લઈને એમાં દેખાઈ રહ્યા હતા. કેરળમાં ગ્થ્ભ્ને સત્તા જોઈતી હોવાથી આ વિરોધ કરાવીને એને વોટબૅન્કમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.’
ટૂંકમાં તૃપ્તિ દેસાઇએ કહ્યું અમે ગુપચુપ રીતે સબરીમાલા દર્શન કરવા પહોંચી જવાનાં છીએ, પણ આ વખતે અમે ક્યારે અને કેવી રીતે જઈશું એ જાહેર કરવાનાં નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


