આજ(23/7/21)થી કોરોનાના સંકટ વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થયો
સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજે શુક્રવાર તા.23 જુલાઇ 2021થી જાપાનની રાજધાની ખાતે ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ સાદગીપૂર્ણ અને નાના સમારોહથી કરવામાં આવ્યો છે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે યોજાઇ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે.
ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે.
એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે.
દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે.
આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 8પ મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


