Thugs of Hindostan: મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મ પીટાઇ ગઇ, સાવ સામાન્ય ફિલ્મ
તા.8મી નવેમ્બર 2018ના રોજ મોટા ઉપાડે રિલીઝ થયેલી અને બિગ સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પર ફિલ્મ રસીકોને આશા હતી કે ફિલ્મ સુપર ડુપર જોવા લાયક હશે અને પરફેક્શનિસ્ટ આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સાથે હોવાને કારણે ફિલ્મ જબરજસ્ત હશે પણ આવું કશું ફિલ્મ નથી. પહેલા જ દિવસે ફિલ્મ જોનારાઓના પ્રતિભાવોએ ફિલ્મની ખરાબ રીતે પીટાઇ કરી દીધી છે.
ફિલ્મ રસીકોનું માનવું હતું કે ફિલ્મ એટલી મનોરંજક હશે અને સ્ટોરી દમદાર હશે કે બંને સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. મોટા મોટા કિલ્લા, જહાજ અને ગ્રાન્ડ પ્રોડક્શન વેલ્યુ. એક્શન અને એડવેન્ચરની ભરમાર. સાથે જ દાવો કરાયો કે આ ફિલ્મ 300 કરોડમાં બની છે તો આશા હતી કે જબરજસ્ત ભવ્ય કિલ્લો જોવા મળશે.
ફિલ્મની સ્ટોરી 1795ના ભારતની છે, જેમાં બતાવાયો છે ભારતનો ઈતિહાસ. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી હતી વેપાર કરવા માટે પરંતુ ધીરે ધીરે તેમણે શાસન કરવાની શરૂઆત કરી દીધી. તેમના વિરોધમાં જે લોકો હતા તે આઝાદ કહેવાયા. જેનું નેતૃત્વ ખુદ ખુદાબખ્શ એટલે કે અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. તે બીજી તરફ છે ફિરંગી મલ્લાહ એટલે કે આમિર ખાન જે અંગ્રેજો માટે કામ કરે છે. ફિરંગીને આઝાદને શોધવાનું કામ સોંપાય છે. તો શું ફિરંગી સફળ થશે કે પછી ખુદ આઝાદની જાળમાં ફસાઈ જશે. આ જ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. ભરે પછી તે તાર્કિક હોય કે નહીં. કેટલાક કેરેક્ટર્સને ડેવલપ કરવાનું જ ભૂલાઈ ગયું છે. જ્યારે તમે ઈતિહાસ કે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરો છો તો લોર્ડ ક્લાઈવની મૃત્યુ કાલ્પનિક ઘટના તરીકે ન બતાવી શકાય.
આ ઈતિહાસ સાથે છેડછાડ છે. આમિર ખાનની ફિલ્મ લગાનની જેમ જ લોર્ડ ક્લાઈવના પાત્રના બદલે કોઈ કાલ્પનિક પાત્ર પણ હોઈ શક્તું હતું. સરવાળે અધકચરી સ્ટોરી પર ફિલ્મ બની છે, તે સ્પષ્ટ દેખાય છે. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે પર થોડી મહેનત કરી હોત તો આટલા મોટા સ્ટાર્સ અને બજેટની ફિલ્મ સારી બની શક્તી હતી. ફિલ્મમાં મનોરંજન તો છે, એક વાર જોઈ શકાય. બાળકોને ગમે તેવી છે.
એક્ટિંગની વાત કરીએ તો ખુદાબખ્શના પાત્રમાં અમિતાભ બચ્ચન સુપર હીરોની જેમ આખી ફિલ્મમાં છવાઈ જાય છે. આમિર ખાન ફિરંગીના પાત્રમાં જામે તો છે પરંતુ ક્યારેક લાગે છે કે બીજાના ડાઈલોગ પણ તે જ બોલી રહ્યા છે. આ બે પાત્ર સિવાય ડિરેક્ટરને બીજા કોઈ પાત્રમાં રસ નથી પડ્યો. સરવાળે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક કમર્શિયલ સાધારણ ફિલ્મ છે. જેને એક વખત જોઈ શકાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
