CIA ALERT

તૌઉ’તે વાવાઝોડાથી ગુજરાત માટે આજ (સોમ) અને કાલ (મંગળ), 2 દિવસ ભારે

Share On :

@ 3.00 pm, 17/5 : મુંબઇમાં ભારે વરસાદ, જુદી જુદી ઘટનાઓમાં 2ના મોત

ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે

છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.

વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.

People pull a boat ashore, which sailed away amid strong winds, after a red alert in view of a cylonic formation in the Arabian Sea, in Thiruvananthapuram, Friday, May 14, 2021.

At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના

At 12pm 17/5 : તૌઉ’તે વાવાઝોડું ગુજરાતથી 280 કિમી દૂર, દોઢ લાખ લોકોનું સ્થળાંતર

Image
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21

ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

  • તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
  • 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
  • ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે

ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે

તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.

@ 10 am, 17/5/2021

હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે.
???? મુંબઈ થી 150 કીમી દૂર છે.
???? ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે.
???? હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે.
???? જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે.
???? વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે.
???? ભારે થી અતિભારે વરસાદની આગાહી.
???? એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ
???? દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ.
???? 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.

આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

No description available.

17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે

#CycloneAlert: #Mumbai Airport operations to be closed from 11am to 2pm local time today (17/5/21) #CycloneTauktae

Image

ગુજરાત માટે આજ (સોમ) અને કાલ (મંગળ), 2 દિવસ ભારે

હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે.
એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.

Before This

દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.

કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :