તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ : ભારે વરસાદની શક્યતાઓ
તૌકતે વાવાઝોડાંની અસરથી સમગ્ર પશ્ચિમ ભારતના દરિયા કાંઠે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તોરોમાં તા.17મી મે એ સાંજથી ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી આગાહી થઇ છે. ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતેનું સર્જન કરશે અને 15મી મેએ શનિવારથી ભારતના પશ્ચિમ કાંઠાના રાજ્યો સાથે ટકરાશે. એ પછી ક્રમશ: ચારથી પાંચ દિવસ સુધી કહેર મચાવે તેવી શક્યતા છે.

તૌકાતેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારના અનેક જિલ્લાઓમાં 16, 17 અને 18મી મે એમ ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગે જાહેર કરેલી સૂચના પ્રમાણે ગુજરાતમાં 17મી મેની મધરાતથી વરસાદનો આરંભ થાય તેવી શક્યતા છે. એ પછી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 18 અને 19મી મેના દિવસોમાં ભારેથી અતિભારે’ વરસાદ પડવાની પૂરતી સંભાવના છે.
સાયક્લોનિક વોર્નીંગ બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ હરકતમાં આવી ગયું છે. 24 જેટલી ટીમને ગુજરાતમાં ઉતારવામાં આવી છે અને 29 ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાંની અસરથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો આગામી પાંચેક દિવસ સુધી ફુંકાવાની શક્યતા છે.
રાજકોટ શહેરમાં વાવાઝોડાંની અસરથી સમી સાંજે વરસાદી છાંટાઓ પડયા હતા. ક્યાંક મોટું ઝાપટું પણ પડયું હતુ. ચાર પાંચ દિવસમાં સારાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
પોરબંદરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું કોઇપણ દિશામાં ફંટાય પણ પોરબંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 18મી મેએ વાવાઝોડું ત્રાટકે ત્યારે ભારેથી અતિભારે વરસાદ આ પંથકમાં પડી શકે છે. 30થી 45 કિલોમીટરની ગતિથી પવન પણ ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. ફિશીંગ બોટો સમુદ્રમાં સલામત સ્થળે નજીકના બંદરે જતી રહી છે. કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે લોકોને સૂચના આપી દીધી છે.
સાવરકુંડલામાં પોણા છ વાગ્યે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી માવઠાંના શ્રીગણેશ થયા હતા. શહેરના રસ્તા ભીના ંથઇ ગયા હતા. વરસાદ બંધ થતા સુંદર મેઘધનુષનું દ્રશ્ય પણ રચાયું હતું.’ થોડો સમય માટે વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.
વેરાવળ-સોમનાથ વિસ્તારમાં પણ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની 1072 જેટલી ફિશીંગ બોટો દરિયામાં હોય બોટને પરત આવવાનો આદેશ આપી દેવાયો છે. બોટ નજીકના બંદરો પર લાંગરી લેવા કહેવાયું છે. આ જિલ્લામાં કુલ 894 બોટ છે. સીઝન નબળી હોવાથી મોટાંભાગની કિનારે છે પણ હોડી તથા બોટ અમુક દરિયામાં છે.
આ તરફ દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરી દેવાયા છે. ભાવનગરમાં દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલીમાં જાફરાબાદ લાઇટ હાઉસમાં એક નંબરનું સિગ્નલ મૂકાયું છે.દિવસ દરમિયાન ગરમી પછી સાંજે ધારી તથા સાવરકુંડલામાં મિનિ વાવાઝોડાં જેવો પવન ફૂંકાઇને વરસાદ તૂટી પડયો હતો. કેરીનાપાકનેભારે નુક્સાન થયું છે. રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.
‘ભાવનગરમાં જિલ્લાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેઈં આપવામાં આવ્યો છે. રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ સાથે સાવચેતીના પગલાં લેવામાં આવશે.
માળિયા મિયાણાના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા કહેવાયું છે. વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ છે એટલે દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર ખેરવાથી સૂર્ય રામપરા વચ્ચે પાંચ વાગ્યે મિનિ વાવાઝોડાં જેવો માહોલ હતો. પોણો કલાક ધીમો વરસાદ પડતા દોઢેક ઇંચ વરસી ગયો હતો. પવનથી કેટલાક વૃક્ષો પણ જમીનદોસ્ત થઇ ગયા હતા.
માધવપુર(ઘેડ) : વાવાઝોડાની આગાહી સંદર્ભે પોરબંદર કોસ્ટગાર્ડ હરકતમાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા સતત સાયરન વગાડીને લોકોને સુચના અપાઈ રહી છે.
દરમિયાન પોરબંદર જિલ્લા એસઓજી પોલીસ તેમજ પોરબંદર પોલીસ દ્વારા માધવપુર બંદર ખાતે માછીમાર સમાજના આગેવાનોને સુચનાઓ આપી, માછીમારી કરવા દરિયામાં ન જવા અને માછીમારી માટે ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાની તાકિદ કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
