CIA ALERT

Western Railway Archives - CIA Live

August 15, 2024
double-decker-train.jpg
1min139
Six coaches of Ahmedabad-Mumbai double-decker train derailed near Surat, leaving passengers stranded

દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

March 6, 2022
train.jpg
1min421

વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કામને લઇને ટ્રેનોનું સંચાલન ખોરવાશે

તા.૭ માર્ચના રોજ પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે, જેમાં વલસાડ-ઉમરગામ  રોડ મેમુ સ્પેશિયલ રદ રહેશે. બે ટ્રેનો આંશિક રદ રહેશ જ્યારે ૨૦ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી ચાલશે.

વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કાર્યને લઇને આગામી તા.૭ માર્ચે ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર  ભિલાડ-વાપી વચ્ચે રદ રહેશે, વાપી-વિરાર શટલ વાપી અને ભિલાડ વચ્ચે રદ રહેશે.

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મોડી પડશે. આ દિવસે મુંબઇથી વલસાડ, પોરબંદર, માતા વૈષ્ણોદેવી, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જોધપુર, અમદાવાદ, ઉદયપુર સહિતના સ્ટેશનોએ જતી ટ્રેનો મોડી પડશે. રેલવેની વેબસાઇડ, હેલ્પલાઇન નંબર પર ટ્રેનોના સંચાલનને લગતી છેલ્લી માહિતી મેળવીને મુસાફરોએ મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવે દ્વારા જણાવાયું છે.